હોમ પેજ / રેસિપી / સ્ટીમ રોટલી લસાનિયા

Photo of Roti lasagna by Jyoti Adwani at BetterButter
487
10
0.0(0)
0

સ્ટીમ રોટલી લસાનિયા

Feb-06-2019
Jyoti Adwani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટીમ રોટલી લસાનિયા રેસીપી વિશે

આજે મેં વિદેશી રેસિપી ને દેશી રીતે બનાવી છે જે ખુબજ સ્વાદિષ્ટ બની છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • બાફવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. રોટલી ૮
  2. ૪ ડુંગળી
  3. ૨ લીલા મરચા
  4. હળદર ૧ નાની ચમચી
  5. કસૂરી મેથી ૧ નાની ચમચી
  6. લાલ મરચું ૧ ચમચી
  7. મીઠું સ્વાદ મુજબ
  8. તેલ ૨ ચમચી
  9. ગરમ મસાલો ૧ નાની ચમચી
  10. ચીઝ ૧ ક્યુબ
  11. માખણ ૧ ચમચી
  12. કોથમીર મુઠ્ઠી જેટલી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ડુંગળી માં લીલા મરચા ઉમેરી ને મિક્સચર માં પેસ્ટ બનાવી લો.
  2. હવે તેમાં મીઠું,ગરમ મસાલો, હળદર,લાલ મરચું,કસૂરી મેથી,તેલ અને ચીઝ ખમણી ને ઉમેરો.
  3. બધાને સારી રીતે મિક્સ કરી લો.
  4. હવે એક રોટલી લો તેના ઉપર તૈયાર કરેલી પેસ્ટ ને સારી રીતે ફેલાવી લો.
  5. હવે તેના ઉપર બીજી રોટલી મુકો અને તેના ઉપર પણ પેસ્ટ લગાડો.
  6. એવી જ રીતે બધી રોટલી એક બીજાની ઉપર મુકતા જાઓ અને મસાલો લગાડતા જાઓ
  7. હવે ઢોકરિયા ની થાળી ને તેલ થિ ગ્રીસ કરીને બધી રોટલી તેના ઉપર મુકો અને ૧૫ મીનિટ માટે સ્ટીમ કરી લો.
  8. હવે તેને ૪ ભાગ માં કાપીને તેના ઉપર માખણ અને કોથમીર નાખીને ગરમ ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર