હોમ પેજ / રેસિપી / ચાઈનીઝ વેજીટેબલ મન્ચુરિયન

Photo of Chinese Vegetable Manchuriyan by Bharti Khatri at BetterButter
1760
10
0.0(0)
0

ચાઈનીઝ વેજીટેબલ મન્ચુરિયન

Feb-07-2019
Bharti Khatri
30 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઈનીઝ વેજીટેબલ મન્ચુરિયન રેસીપી વિશે

ચાઈનીઝ ડ્રાય મન્ચુરિયન બાળકો ને ખુબ જ પસંદ આવે છે તને કોબીજ, ક્પ્સીકમ ,મેંદો,મીંઠુ,મરી અને કોર્ન ફ્લોર મિક્સ કરી ને પકોડા જેવુ ખીરુ તૈયાર કરી પકોડા તેલ મા તળી ને બનાવાઈ છે પછી તેમા લીલો મસાલો, ચીલીસોસ, સોયાસોસ, કેચપ બધુ મિક્સ કરીને ડ્રાય મન્ચુરિયન બનાવેલ છે આપ સૌને ખૂબ જ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • તળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨૦૦ ગ્રામ કોબીજ
  2. ૫૦ ગ્રામ કેપ્સીકમ
  3. ૨૦૦ ગ્રામ મેંદો
  4. ૫૦ ગ્રામ કોર્નફ્લોર
  5. ૨ ચમચી મરી પાઉડર
  6. સહેજ આજીનોમોટો
  7. મીંઠુ સ્વાદમુજબ
  8. ૧૦ ગ્રામ જેટલુ આદુ
  9. ૩ થી ૪ લીલા મરચા
  10. ૧૦ ગ્રામ લસણ
  11. ૨ ચમચા સોયાસોસ
  12. ૧/૨ ચમચી ચીલીસોસ
  13. ૨ ચમચા કેચપ
  14. તેલ પ્રમાણસર

સૂચનાઓ

  1. કોબીજ, કેપ્સીકમ ને ચોપ એન્ડ ચર્ન મા ક્રશ કરવા. લીલામરચા ઝીણા કાપેલા નાખવા. ૧ ચમચી મરી પાઉડર, આજીનોમોટો અને મીંઠુ નાખવુ.
  2. હવે તેમા મેંદો અને કોર્નફ્લોર મિક્સ કરવો.
  3. હવે મોણ માટે તેલ નાખવુ.
  4. આ રીતે બધુ બરાબર મિક્સ કરી લેવુ.
  5. હવે તેમા જરૂરીયાત મુજબ પાણી મિક્સ કરી ગોટા જેવુ મિશ્રણ તૈયાર કરવુ.
  6. હવે તેલ ગરમ કરી તેમા આ રીતે પકોડા મૂકી તળવા.
  7. થોડા લાઈટ બ્રાઉન થાય એટલે તેલ માથી બહાર કાઢી લેવા.
  8. આ રીતે બધા પકોડા તળી લેવા.
  9. હવે કોબીજ, કેપ્સીકમ,આદુ, લસણ ઝીણુ સમારેલુ સોયાસોસ, ચીલીસોસ, કેચપ બધી સામગ્રી એકઠી કરી લેવી.
  10. હવે કડાઈ મા તેલ ગરમ કરી તેમા આદુ,લસણ સાતડવા.
  11. હવે તેમા કોબીજ અને કેપ્સીકમ નાખીને મિક્સ કરવા.
  12. હવે તેમા સોયાસોસ, ચીલીસોસ, કેચપ અને મીંઠુ નાખી બધુ બરાબર મિક્સ કરી લેવુ.
  13. આ રીતે બધુ જ બરાબર મિક્સ કરી લેવુ હવે તૈયાર છે ગરમા ગરમ ચાઈનીઝ વેજીટેબલ મન્ચુરિયન.
  14. તૈયાર છે ટેસ્ટી ગરમા ગરમ ચાઈનીઝ વેજીટેબલ મન્ચુરિયન..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર