હોમ પેજ / રેસિપી / મેગી પીઝા

Photo of Meggi pizza by Hetal Sevalia at BetterButter
1863
5
0.0(0)
0

મેગી પીઝા

Feb-08-2019
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેગી પીઝા રેસીપી વિશે

મેગી ને પીઝા નું રૂપ આપી તૈયાર થતી એક ફયુઝન રેસિપી.પીઝા સોસ ઘરમાં પડ્યો હોય તો બાળકો માટે ફટાફટ બની જતી રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 પેકેટ મેગી
  2. 1 ગ્લાસ પાણી
  3. 1 કપ પીઝા સોસ
  4. ચીઝ જરૂર મુજબ
  5. મનગમતા વેજીટેબલ( રેડ,ગ્રીન કેપ્સિકમ, ઓનીયન,કોનૅ,હેલેપીનો)
  6. 1 ટી.સ્પૂન ચીલી ફલેકસ
  7. 1 ટી.સ્પૂન ઓરેગાનો
  8. 1 ચમચી બટર

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક પેનમાં પાણી લઈ મેગી અને મસાલો ઉમેરી કૂક કરી લો. પાણી ના રહેવુ જોઈએ. એક નાની થાળીમાં તેલ લગાવી મેગી પાથરી દો. એકસરખી રાખવી. અનઈવન ના રહે.ઠંડું કરી લો.
  2. એક તાવી ગરમ કરો. તાવી પર બટર લગાવો.પહેલાં ધાર છોડાવી ધીમે થી તવેથા ની મદદથી ઉઠાવી તાવી પર મૂકો.
  3. બેઝ પર પીઝા સોસ લગાવો. ચીઝ ભભરાવી વેજીટેબલ પાથરો. ચીલી ફલેકસ,ઓરેગાનો ભભરાવી દો.
  4. ઢાંકી ને ધીમા તાપે 5-7 મિનિટ રાખો જેથી બેઝ નીચે થી ક્રિસ્પી બને. સાચવીને ઉઠાવી પ્લેટ માં લઈ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર