BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બ્રિગાડીએરો

Photo of Brigadeiro by Dr.Kamal Thakkar at BetterButter
192
6
0(0)
0

બ્રિગાડીએરો

Feb-10-2019
Dr.Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રિગાડીએરો રેસીપી વિશે

આ એક ખૂબ પ્રસિદ્ધ બ્રાઝીલ નું મિષ્ઠાન છે.બનાવામાં સરળ અને ખાવામાં સ્વાદિષ્ટ.

રેસીપી ટૈગ

  • બ્રાઝિલિયન
  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • સાંતળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 10

  1. કન્ડેન્સ્ડ મિલ્ક ૧ ટીન
  2. કોકો પાવડર ૩ ટેબલ સ્પૂન
  3. માખણ ૧ ટેબલ સ્પૂન
  4. દૂધ ૨ ટેબલ સ્પૂન
  5. ચૉકલેટ વરમીસલ્લી ,કોપરા નું બૂરું ,સમારેલા પિસ્તા અને રંગીન સ્પ્રિંકલ્સ

સૂચનાઓ

  1. એક નોન સ્ટિક પેન માં એક ચમચી બટર નાખીને ગરમ મુકો.
  2. આમાં કોનેનસેડ મિલ્ક ઉમેરો.
  3. એક વાટકી માં કોકો પાવડર લઇ લો.
  4. આમાં બે ચમચી દૂધ ઉમેરીને એક પેસ્ટ જેવું બનવા લો.
  5. આને કન્ડેન્સ્ડ મિલ્ક માં ઉમેરો.
  6. ધીમા તાપે સરસ હલાવો અને એકદમ એક રસ થઈને પેન ને છોડવા માંડે ત્યારે ગેસ બંદ કરો.
  7. આ મિશ્રણ ને એક ઘી લગાવેલી પ્લેટ માં કાઢો.
  8. ઠંડુ થાય એટલે એક ચમચી થી એક સરખા ગોળા બનાવો.મેં માપ માટે ટેબલ સ્પૂન નો ઉપયોગ કર્યો છે.
  9. ઘી લગાવેલા હાથ થી ગોળા બનાવો.
  10. એક ગોળા ને ચોકલેટ વરમીસલ્લી માં રગડોળો.
  11. એક પેપર કપ માં મુકો.પછી બીજો ગોળો રંગીન સ્પ્રિંકલ્સ માં રાગડોળો.
  12. આવીજ રીતે કોપરા ના બુરા માં અને પિસ્તા માં રાગડોડીને બધા બ્રિગાડીએરો બનાવો.
  13. થોડી વાર આને ફ્રિજ માં મુકો અને પછી આ અનોખું ડેઝર્ટ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર