હોમ પેજ / રેસિપી / મંચાઉ સૂપ

Photo of Manchow soup by Kamal Thakkar at BetterButter
704
6
0.0(0)
0

મંચાઉ સૂપ

Feb-10-2019
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મંચાઉ સૂપ રેસીપી વિશે

આ સૂપ ઇન્ડો ચાઈનીઝ ક્યુઝિન માં આવે છે.આ સૂપ અલગ અલગ શાક તથા સોયા સોસ અને કોર્નફ્લોર ઉમેરીને બનાવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ઉકાળવું
  • સાંતળવું
  • સૂપ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. કોબી ૧/૪ કપ
  2. ગાજર ૧/૪ કપ
  3. ફ્રેન્ચ બીન્સ ૧/૪ કપ
  4. લીલી ડુંગળી ૨-૩
  5. લસણ ૬ કળી
  6. આદુ ૧ ટેબલ સ્પૂન
  7. લીલું મરચું ૧
  8. તેલ ૧ ચમચી
  9. કોર્નફ્લોર ૨ ચમચી
  10. સોયા સોસ ૧ ટેબલ સ્પૂન
  11. વિનેગર ૧ નાની ચમચી
  12. મીઠું
  13. કાળા મરી ૧ ચમચી
  14. પાણી ૪ કપ

સૂચનાઓ

  1. બધા શાક સમારીને તૈયાર કરી લો.
  2. લિલી ડુંગળી નો લીલો ભાગ અલગ રાખો.
  3. એક પેન માં તેલ ગરમ મૂકી પેલા લસણ,આદુ અને લીલા મરચા ઉમેરો.
  4. લિલી ડુંગળી નો સફેદ ભાગ ઉમેરો.
  5. એક મિનિટ સાંતળી ને બધા શાક ઉમેરો.
  6. બે મિનિટ સાંતળો.મીઠું અને મરી ઉમેરો.
  7. ૨-૩ મિનિટ સાંતળો.
  8. ચાર કપ પાણી ઉમેરો.
  9. એક ટેબલ સ્પૂન સોયા સોસ ઉમેરો.
  10. વિનેગર ઉમેરો.
  11. કોર્નફ્લોર ને બે ચમચી પાણી માં મિક્સ કરો.
  12. આ સ્લરી સૂપ માં ઉમેરો અને ૩-૪ મિનિટ ઉકાળો.
  13. સૂપ થોડું ઘાટું થાય એટલે ઉપર લિલી ડુંગળી ઉમેરો અને ગેસ બંદ કરો.
  14. ગરમા ગરમ ચટપટુ મંચાઉ સૂપ તૈયાર છે.ઉપર તળેલા નૂડલ્સ નાખીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર