હોમ પેજ / રેસિપી / સ્ટ્રોબેરી પેનાકોટા

Photo of Strawberry panna cotta by Hetal Sevalia at BetterButter
638
7
0.0(0)
0

સ્ટ્રોબેરી પેનાકોટા

Feb-12-2019
Hetal Sevalia
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટ્રોબેરી પેનાકોટા રેસીપી વિશે

એક સ્વીટ,યમ્મી,ક્રીમી ડેઝર્ટ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ઇટાલિયન
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ સ્ટ્રોબેરી
  2. 1/4 કપ સુગર
  3. 1/2 લીબુનો રસ
  4. 1 ટી.સ્પૂન જીલેટીન
  5. 1/2 કપ પાણી
  6. 3/4 કપ હેવી ક્રીમ
  7. 1/4 કપ દૂધ
  8. 1 ટી.સ્પૂન જીલેટીન
  9. 1/4 કપ સુગર
  10. 1 /2 ટી.સ્પૂન વેનીલા એસન્સ

સૂચનાઓ

  1. સૌપ્રથમ સ્ટ્રોબેરી, સુગર, લીબુનો રસ ઉમેરી ક્રસ કરી લો.અને ગાળી લો. હવે એક પેનમાં પાણી લઈ જીલેટીન ઉમેરો. મિડીયમ તાપે ગરમ કરો. જીલેટીન ઓગળે ત્યાં સુધી મિક્સ કરો.નીચે ઉતારી ઠંડું પડે એટલે સ્ટ્રોબેરી મિશ્રણ માં ઉમેરો.
  2. હવે ગ્લાસ ને બાઉલમાં ક્રોસ મૂકો. તેમાં મિશ્રણ રેડો.સાચવીને ઉઠાવી ફ્રીજમાં 2-3 કલાક માટે સેટ કરો.
  3. બરોબર સેટ થાય પછી ગ્લાસ ને ફેરવી બીજી બાજુ સ્ટ્રોબેરી મિશ્રણ રેડો. હવે તેને પણ ફ્રીજમાં સેટ કરો.બે ક્રોસ લેયર તૈયાર થશે.
  4. હવે એક બાઉલમાં દૂધ, ક્રીમ, સુગર ઉમેરો. હલકું ગરમ થાય એટલે જીલેટીન ઉમેરો. ઓગળી જાય એટલે નીચે ઉતારો.એસન્સ ઉમેરો.રૂમ ટેમ્પરેચર પર લાવો.
  5. સેટ થયેલા ગ્લાસ ને સીધો કરી આ મિશ્રણ રેડો. ફરીથી સેટ કરવા મૂકો.
  6. ચિલ્ડ ડેઝર્ટ સ્ટ્રોબેરી મૂકી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર