Photo of Baguette by Kamal Thakkar at BetterButter
376
6
0.0(0)
0

બેગેટ

Feb-13-2019
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેગેટ રેસીપી વિશે

આ એક ફ્રેન્ચ બ્રેડ છે જે લાંબી અને ક્રિસ્પી હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ફ્રેંચ
  • બેકિંગ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 8

  1. મેંદો ૧&૧/૨ કપ
  2. યીસ્ટ ૧ નાની ચમચી
  3. ખાંડ ૧ ચમચી
  4. પાણી ૧/૨ કપ
  5. મીઠું ૧ નાની ચમચી
  6. ઓલિવ ઓઇલ ૧ મોટી ચમચી

સૂચનાઓ

  1. સેજ ગરમ પાણી માં એક ચમચી ખાંડ અને યીસ્ટ નાખીને ૧૦ મિનિટ ઢાંકી દો.
  2. ૧૦ મિનિટ પછી યીસ્ટ અકટિવ થઈ જશે.
  3. એક મોટા વાસણ માં લોટ,મીઠું ને તેલ લઇ લો.
  4. આમાં યીસ્ટ વાળું મિશ્રણ ઉમેરો અને ઢીલો લોટ બાંધો.જરૂર પડે તો પાણી ઉમેરો.
  5. દોઢ કલાક ઢાંકીને મૂકી દો. પછી થોડું હળવે હાથે મસળી ને એક ચોકોર રોટલી જેવું વણો.
  6. આને રોલ ની જેમ વાળી લો.
  7. ઉપર ચાકુ થી આડા કાપા પાડો.
  8. પ્રિહિટેડ ઓવેન માં ૧૮૦℃ પર ૨૦ મિનિટ બેક કરો.
  9. થોડું ઠંડુ થાય એટલે સ્લાઈસ કરી ને ચા કે કોફી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર