હોમ પેજ / રેસિપી / અમેરીકન ચોપસી (વેજ)

Photo of Veg..American chopsuey by Purvi modi at BetterButter
708
4
0.0(0)
0

અમેરીકન ચોપસી (વેજ)

Feb-13-2019
Purvi modi
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અમેરીકન ચોપસી (વેજ) રેસીપી વિશે

આ એક ઈન્ડોચાઈનીઝ વાનગી છે. જે મને સૌથી પ્રિય છે. જેમાં ક્રિસ્પી નૂડલ્સ ને સોસી વેજીટેબલ સાથે પરોસવામા આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • તળવું
  • સાંતળવું

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧/૨ પેકેટ રૉ નૂડલ્સ ( ૭૫ ગ્રામ)
  2. તળવા માટે તેલ જરૂર મુજબ
  3. કોનૅફલોર ૨ ટી સ્પૂન
  4. સ્લાઈસ કરેલી ડુંગળી ૨
  5. લાંબી પાતળી પટ્ટી માં સમારેલું કેપ્સીકમ ૧
  6. લાંબી પાતળી પટ્ટી માં સમારેલું ગાજર ૧/૨
  7. લાંબી પાતળી પટ્ટી માં સમારેલી કોબીજ ૧/૪ કપ
  8. સમારેલી લીલી ડુંગળી ના પાન ૧/૪ કપ
  9. તેલ ૪-૫ ટી સ્પૂન
  10. સોસ માટે:-
  11. ટોમેટો સોસ ૫-૬ ટેબલસ્પૂન
  12. રેડ ચીલી સોસ ૧ ટેબલસ્પૂન
  13. સોયા સોસ ૧ ટેબલસ્પૂન
  14. વિનેગર ૧/૨ ટી સ્પૂન
  15. કોનૅફલોર ૨-૩ ટેબલસ્પૂન
  16. ખાંડ ૧ ટી સ્પૂન
  17. કાળા મરી નો પાઉડર ૧ ટી સ્પૂન
  18. લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન
  19. પાણી ૧ અને૧/૨ કપ
  20. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ પેકેટ પર દર્શાવેલ માહિતી મુજબ નૂડલ્સ ને બાફીને પાણી નિતારી લો. તેમાં કોનૅફલોર મિક્સ કરી દો.
  2. હવે એક નોનસ્ટિક કડાઈમાં ૧-૨ ટી સ્પૂન તેલ ગરમ કરો.
  3. હવે તેમાં બાફેલા કોનૅફલોરવાળા નુડલ્સ ને ગોળાકાર માં પાથરો.બરાબર પ્રેસ કરી ઉપર થી ૨-૩ ટેબલસ્પૂન તેલ રેડો.
  4. નીચેની બાજુ સોનેરી થાય એટલે તેને પલટાવી દો. બન્ને બાજુ સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દો.
  5. એક સોસ પાનમાં સોસ માટે ની બધી સામગ્રી મિક્સ કરો. ત્યારબાદ સોસ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ગરમ કરો.
  6. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને કોબીજ ને સાંતળી લો.
  7. હવે તેમાં તૈયાર કરેલો સોસ ઉમેરો. જરૂર હોય તો થોડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો.
  8. છેલ્લે લીલી ડુંગળીના પાન ઉમેરો.
  9. સોસી વેજીટેબલ ને ક્રિસ્પી નૂડલ્સ સાથે પરોસો. તૈયાર છે સ્વાદિષ્ટ અમેરીકન ચોપસી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર