હોમ પેજ / રેસિપી / બ્રેડ ટાર્ટલેટ્સ

Photo of BREAD TARTLETS by Deepa Rupani at BetterButter
174
7
0.0(0)
0

બ્રેડ ટાર્ટલેટ્સ

Feb-14-2019
Deepa Rupani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ ટાર્ટલેટ્સ રેસીપી વિશે

આ એક મેક્સિકન સ્ટાર્ટર છે જે કોઈ પણ પાર્ટી માટે અનુકૂળ છે કારણ કે બ્રેડ ના tartlet પેહલા બનાવી લઈ શકાય છે. મેં આ tartlet ને શાક અને મકાઈ થી ભર્યા છે જે સ્વાસ્થ્ય માટે પણ સારા અને સ્વાદ માં પણ સારા. એક પંથ દો કાજ.:blush:

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • મેક્સિકન
  • બેકિંગ
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 3

  1. બ્રેડ ટ્રેટલેટ માટે:
  2. 6 બ્રેડ ની સ્લાઈસ
  3. 2 ટે. સ્પૂન માખણ
  4. પૂરણ માટે:
  5. 1 ટે સ્પૂન લાલ સિમલા મરચાં (ઝીણા ટુકડા)
  6. 1 ટે સ્પૂન પીળા સિમલા મરચાં(ઝીણા ટુકડા)
  7. 1 ટે સ્પૂન લીલા સિમલા મરચાં( ઝીણા ટુકડા)
  8. 1 ટામેટું(છાલ ઉતારી ને સુધારેલું)
  9. 1/4 કપ બાફેલા મકાઈ દાણા
  10. 1 ટે સ્પૂન ઝીણું સુધારેલું લિલું લસણ
  11. 1/4 કપ ઝીણી સુધારેલી લિલી ડુંગળી
  12. 1 ટે સ્પૂન તેલ
  13. 2 ટે સ્પૂન મેક્સિકન sesoning
  14. 1 ટે સ્પૂન ચીલી ફ્લેક્સ
  15. પીરસવા માટે:
  16. 3 ટે સ્પૂન ટોમેટો કેચપ
  17. 3 ટે સ્પૂન ખમણેલું ચીઝ

સૂચનાઓ

  1. બ્રેડ ટાર્ટસ માટે:
  2. બ્રેડ ની કિનારી કાપી, વેલણ થી બ્રેડ ને વણી લો.
  3. મફિન ટ્રે ને માખણ ચોપળી ચીકણી કરી લો.
  4. હવે હલકા હાથે બ્રેડ ને તેમાં ગોઠવી દો. પછી ઉપર થોડું માખણ ચોપળી દો.
  5. હવે પહેલે થી ગરમ કરેલા ઓવન માં 10 મિનિટ અથવા કરારી થાઈ ત્યાં સુધી 180℃ પર બેક કરો.
  6. બેક થઇ જાય એટલે ઠંડા કરી બાજુ માં રાખો.
  7. પૂરણ માટે: આપડા ટાર્ટસ બેક થાય ત્યાં સુધી પૂરણ તૈયાર કરી લેવું. તેલ ગરમ મૂકી લીલું લસણ તથા ડુંગળી ને એક મિનિટ માટે સાંતળો.
  8. ત્યાર પછી ત્રણ કલર ના મરચાં નાખી એક મિનિટ સાંતળો.
  9. પછી ટામેટા નાખી ને એક મિનિટ સાંતળો.
  10. છેલ્લે મકાઈ દાણા, બધા મસાલા નાખી સરખું મિક્સ કરી, 2 મિનિટ રાંધો. આંચ બંધ કરી લો.
  11. કેવી રીતે પીરસસો? : ટાર્ટસ ને તૈયાર કરેલા મિશ્રણ થી ભરો, ઉપર થોડો કેચપ મુકો અને ખમણેલું ચીઝ નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર