હોમ પેજ / રેસિપી / સ્ટ્રોબેરી યોગર્ટ રોલ

Photo of strobarry yogurt roll by Kalpana Parmar at BetterButter
456
5
0.0(0)
0

સ્ટ્રોબેરી યોગર્ટ રોલ

Feb-15-2019
Kalpana Parmar
10 મિનિટ
તૈયારી નો સમય
18 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટ્રોબેરી યોગર્ટ રોલ રેસીપી વિશે

જેમ સિનામન રોલ બને છે એજ રીતે મેં હંગ કર્ડ ને સ્ટ્રોબેરી ને ચોકલેટ ચિપ્સ સાથે રોલ બનાવ્યા છે જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ક્રિસમસ
  • ઉપર
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મેંદો
  2. 1 નાની ચમચી ડ્રાય યીસ્ટ
  3. 1 નાની ચમચી ખાંડ
  4. 1 ચમચી મિલ્કપાઉંડર
  5. 2 ચમચી બટર
  6. હુંફાળું પાણી
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. સ્ટફિંગ માટે
  9. 1 કપ દહીં નો મઠ્ઠો
  10. 2 ચમચી સ્ટ્રોબેરી ક્રશ
  11. 2 ચમચી ચોકેલૅટ ચિપ્સ
  12. ગ્લેઝ માટે
  13. 1 ચમચી દૂધ
  14. 3 ચમચી દળેલી ખાંડ

સૂચનાઓ

  1. 1/2 કપ હુંફાળું પાણી માં ડ્રાય યીસ્ટ ને ખાંડ નાખીને મિક્સ કરીને ઢાંકીને 5 મિનિટ રાખો મેંદામાં મીઠું ને 1 ચમચી બટર મિલ્કપાઉંડર નાખીને મિક્સ કરો
  2. યીસ્ટ વારું પાણી નાખીને જરૂર પડે તો બીજું પાણી નાંખીને રોટલી જેવો લોટ બાંધીને 2 મિનિટ બરાબર મસળીને થોડું બટર થી ગ્રીસ કરીને ઢાંકીને 30 મિનિટ માટે ડબલ થવા રાખો
  3. દહીંને હૅન્ડબ્લેન્ડેર થી સ્મૂથ કરી લો તેમાં સ્ટ્રોબેરી ક્રશ નાખીને મિક્સ કરી લો
  4. લોટ માંથી મોટી ચોરસ રોટલી વણી લો તેના પર દહીં વરુ મીક્સરણ પાથરી દો ઉપર ચોકોલેટ ચિપ્સ છાંટી દો રોલ બનાવી દો
  5. રોલ માંથી 1 ઇંચ ના પીસ કટ કરી લો ગ્રિસ કરેલી ટ્રે માં મૂકી ને 15 મિનિટ ઢાંકીને ડબલ પ્રુફ માટે રાખો
  6. પ્રિહિટ ઓવન માં 170 પર 15 મિનિટ બેક કરો ઓવન માંથી કાઢી ને ઠંડા થવા દો
  7. દૂધ માં ખાંડ નાખીને મિક્સ કરો તૈયાર ગ્લેઝ ને રોલ પર સ્પ્રેડ કરો સેટ થયા પછી સ્ટ્રોબેરી ક્રશ સાથે સર્વ કરો ...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર