હોમ પેજ / રેસિપી / બ્રન્ટ ગારલિક સેઝવાન બિરયાની

Photo of Burnt garlic schezwan biryani by Mumma's kitchen at BetterButter
876
5
0.0(0)
0

બ્રન્ટ ગારલિક સેઝવાન બિરયાની

Feb-16-2019
Mumma's kitchen
60 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રન્ટ ગારલિક સેઝવાન બિરયાની રેસીપી વિશે

હેલો ફ્રેન્ડઝ, આજ હું તમને એક સંપૂર્ણ ચાઈનીઝ રેસીપી નુ એક ફયુઝન વઝૅન લાવી છું, આપણે હમેશા પંજાબી સ્ટાઇલ ની બિરયાની બનાવતા અને ખાતા આવ્યા છીએ, પરંતુ આજ હું એક ચાઈનીઝ સ્ટાઇલ ના સેઝવાન રાઈસ ની એક ટવીસ્ટ વાળી બનૅટ ગારલિક સેઝવાન બિરયાની ની રેસીપી લાવી છું જે સ્વાદ મા ખુબ જ સ્વાદિષ્ટ અને લાજવાબ લાગે છે,

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 કપ છૂટા રાંધેલા બાસમતી ચોખા
  2. 1 કપ સમારેલુ લીલુ કેપ્સીકમ
  3. 1 કપ સમારેલુ પીળુ કેપ્સીકમ
  4. 1 કપ સમારેલુ લાલ કેપ્સીકમ
  5. 1 કપ સમારેલી ફણસી
  6. 1 કપ સમારેલા લીલા કાંદા
  7. 1 કપ લીલી ઝુકીની
  8. 1 કપ પીળી ઝુકીની
  9. 1 કપ સમારેલી કોબી
  10. 1/4 કપ સેઝવાન સોસ
  11. 3-4 ટેબલસ્પૂન ચીલી સોસ
  12. 2-3 ટેબલસ્પૂન ટોમેટો સોસ
  13. 2 ટેબલસ્પૂન સોયાસોસ
  14. 1/2 કપ બારીક સમારેલુ લસણ
  15. 3-4 ટેબલસ્પૂન આદુ મરચા
  16. 8-10 ટેબલસ્પૂન તેલ
  17. સ્વાદ અનુસાર મીઠું
  18. સવૅ કરવા માટે 4-5 બટાટા ની ફિંગર ચીપ્સ

સૂચનાઓ

  1. 1- સૌ પ્રથમ એક પેન મા તેલ ગરમ કરવા મૂકો
  2. 2- તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ અને મરચાં ઉમેરી દો
  3. 3- તેને બરાબર સાંતળી લો તેમા કાંદા સાંતળો
  4. 6- તેમા ફણસી ઉમેરો
  5. 7- ત્યાર બાદ તેમાં લીલી અને પીળી ઝુકીની ઉમેરો
  6. 8-ત્યાર બાદ તેમાં લાલ લીલા અને પીળા કેપ્સીકમ ઉમેરો
  7. 9 - ત્યાર બાદ તેમાં સમારેલી કોબી ઉમેરો અને તેને સાંતળો
  8. 10- ત્યાર બાદ તેમાં સેઝવાન સોસ, સોયા સોસ, ચીલી સોસ અને ટોમેટો સોસ ઉમેરી ને તેને બરાબર મિક્સ કરી લો
  9. 11 - તેમા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો અને તેને ગેસ પર થી ઉતારી લો
  10. 12- હવે એક વઘારીયા મા 4-5 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં સમારેલુ લસણ કકડાવો
  11. 13- લસણ લાલ થઈ જાય એટલે ગેસ પર થી ઉતારી લો
  12. 14- હવે એક સરવીંગ બાઉલ મા પહેલુ લેયર રાંધેલા બાસમતી ચોખા નુ કરો
  13. 15- બીજુ લેયર તૈયાર કરેલા સેઝવાન શાક નુ કરો તેના ઉપર કકડાવેલુ લસણ પાથરો
  14. 16- ફરી વખત ઉપર જણાવ્યા મુજબ ના લેયર પાથરવુ અને તેના પર લસણ પાથરી ઉપર લીલા કાંદા થી ગારનીશ કરી ને ફ્રેન્ચ ફ્રાઈસ સાથે પીરસી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર