હોમ પેજ / રેસિપી / વેજ સીઝલર

Photo of Veg Sizzlier by Mital Viramgama at BetterButter
489
6
0.0(0)
0

વેજ સીઝલર

Feb-16-2019
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ સીઝલર રેસીપી વિશે

વેજ સીઝલર એક હેલ્થી ડીસ છે.મે આ સીઝલર મા કલર ફુલ વેજીટેબલ વાપરી ને હેલ્થી બનાવાની ટ્રાય કરી છે.કલર ખૂબજ સરસ અને ટેસ્ટમાં પણ બેસ્ટ સ્પાઇસ પણ ઓછું હોય એટલે નાનાં નાનાં બાળકો તેમજ બધાંને પ્રિય લાગે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. કટલેસ માટે :four_leaf_clover:
  2. બે બટેટા બાફી ને મેસ કરેલાં
  3. 1/2 કપ લીલા વટાણા
  4. 1/4 કપ સ્વીટ કોર્ન
  5. ચાર થી પાંચ લીલાં મરચાં
  6. 2ટેબલ સ્પૂન લીલાં ધાણા ભાજી
  7. ચાર ટેબલ સ્પૂન બ્રેડ ક્રમસ
  8. એક કટકો આદું નો
  9. નીમક સ્વાદ અનુસાર
  10. 1ટી સ્પૂન ચાટ મસાલો
  11. એક સ્પૂન તેલ
  12. 1 ટેબલ સ્પૂન રવો.
  13. રાઇસ માટે :blossom::deciduous_tree:
  14. 2 કપ કુક રાઇસ
  15. 4 ટેબલ સ્પૂન ગાજર જીણા સમારેલા અને બાફેલા
  16. 4 ટેબલ સ્પૂન વટાણા બાફેલા
  17. 4 ટેબલ સ્પૂન સ્વીટ કોર્ન
  18. 1 ટેબલ સ્પૂન ઘી
  19. નીમક
  20. ચીપ્સ માટે
  21. 3 બટેટા
  22. તળવા માટે તેલ
  23. નીમક સ્વાદ અનુસાર
  24. ગ્રેવી માટે :hibiscus:
  25. 2ટેબલ સ્પૂન તેલ
  26. એક ડુંગળી જીણી સમારેલી
  27. 1ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
  28. એક કપ મીક્સ વેજીટેબલ બાફેલા (વટાણા,ગાજર,સ્વીટ કોર્ન)
  29. 1ટીન બેંકકડ બીન્સ
  30. 1 ટી સ્પૂન મરીનો ભૂકો
  31. 1/2 ટી સ્પૂન લાલ મરચું
  32. નીમક
  33. સલાડ માટે
  34. ગાજર ,કોબી,કેપ્સીકમ,ફુદીના ના પાન થોડાં
  35. 2ટેબલ સ્પૂન ગ્રીન ચટણી અથવા ગ્રીન ચીલી સોસ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં કટલેસ બનાવા માટે
  2. વટાણા સ્વીટ કોર્ન લીલાં મરચાં ફુદીનો,ધાણા ભાજી બધું મીકસર મા પીસી લો.
  3. હવે બાફેલા બટેટા મા પીસેલા વેજીટેબલ અને બધાં મસાલા તેમજ બ્રેડ ક્રમસ નાખી બધું સરખાઇ થી મીક્સ કરી લો પછી કટલેસ વાળી રવા માં રગદોળી લો
  4. હવે એક નોન સ્ટીક પેનમાં કટલેસ ને તેલ નાખી રોસ્ટ કરી લો .હવે તૈયાર છે કટલેસ.
  5. રાઇસ માટે :four_leaf_clover:
  6. ઘી સહેજ ગરમ કરી તેમાં બાફેલા વેજીટેબલ નાખી મીક્સ કરી લો
  7. હવે તેમાં કુક રાઇસ નાખી નીમક સ્વાદ અનુસાર નાખી બધું. હવે તૈયાર છે રાઇસ
  8. હવે ચીપ્સ કાપી ને કીસપી તળવાની. ચીપ્સ પણ તૈયાર છે
  9. ગ્રેવી માટે :maple_leaf:
  10. તેલ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ અનેસમારેલી ડુંગળી નાખી સાંતળવું. પછી બાફેલા વેજીટેબલ નાખી મીક્સ કરી લો.
  11. હવે તેમાં બેંકકડ બીન્સ નું ટીન નાખી મરીનો ભૂકો અને લાલ મરચું નાખી મીક્સ કરી લો પછી સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો અને તૈયાર છે ગ્રેવી.
  12. સલાડ માટે કોબી ગાજર ખમણેલું કેપ્સીકમ જીણુ સમારેલુ બધું કાપી મીક્સ કરી લો.
  13. બે ટેબલ સ્પૂન કોઇપણ લીલી ચટણી અથવા ગ્રીન ચીલી સોસ
  14. સીઝલર બનાવા માટે
  15. જો તમારી પાસે સીઝલર પ્લેટ હોય તો ગેસ ગરમ કરીને લેવા ની. ન હોય તો ગ્લાસની પ્લેટ લઇને તેમાં કોબી ના પાન મુકી ઉપર ચટણી લગાવી દો
  16. તેની ઉપર કટલેસ મૂકી દો
  17. તેની નહવે કટલેસ ઉપર ગરમાગરમ રાઇસ નું લેયર કરવાનું
  18. તેની ઉપર ચીપ્સ નાખી તેની ઉપર ગરમાગરમ ગ્રેવી નાખી ઉપર સલાડ નાખી ગરમાગરમ સવઁ કરો
  19. હવે તૈયાર છે સીઝલર
  20. રા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર