હોમ પેજ / રેસિપી / બોટલ ગોર્ડ ગ્રીન ભાજી

Photo of Bottle gourd green bhaaji by Varsha Joshi at BetterButter
625
7
0.0(0)
0

બોટલ ગોર્ડ ગ્રીન ભાજી

Feb-18-2019
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બોટલ ગોર્ડ ગ્રીન ભાજી રેસીપી વિશે

આ રેસિપી મે પાવભાજીની ભાજીને દૂધીનો ઉપયોગ કરી બનાવી છે.ઘણીવાર બાળકો દૂધીના શાકના નામ પર નાકનું ટીચકુ ચડાવે છે.જો આ રીતે દૂધીને ભાજીની જેમ ઉપયોગ કરી બનાવીએ તો મજા થી ખાશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સ્ટર ફ્રાય
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. એક મોટી કૂણી દૂધી
  2. 2 ડુંગળી
  3. 2 ટામેટાં
  4. આદું લસણની પેસ્ટ
  5. એક ચમચી લાલ મરચું પાવડર
  6. અડધી ચમચી હળદર પાવડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. એક ચમચી ખાંડ
  9. એક ચમચી ગરમ મસાલો
  10. વઘાર માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ દૂધીની છાલ ઉતારી અને ગોળ પતીકાં કરી કૂકરમાં બાફી લો.
  2. હવે એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ મૂકી આદું લસણની પેસ્ટ ઉમેરો
  3. તેમાં ઝીણી સમારેલી ડુંગળી વઘારો
  4. હળદર મીઠું નાખી ચડવા દો
  5. ટામેટાં ઝીણા સમારી ઉમેરો. તેને પણ બરાબર ચડવા દો
  6. હવે ડુંગળી ટામેટા બરાબર ગળી જાય એટલે તેમાં લાલ મરચું,ગરમ મસાલો અને ખાંડ ઉમેરો
  7. બરાબર ગ્રેવી બને એટલે તેમાં બાફેલી દૂધીને ભાજીપાવ ના મેશ્ડ કરવાના સ્ટેન્ડ થી બરાબર મિક્સ કરી ઉમેરો
  8. હવે ભાજી બરાબર ઘાટી થાય એટલે ગેસ બંધ કરી દો
  9. એક સર્વિંગ પ્લેટમાં બાઉલમાં કાઢીને સર્વ કરો.ઉપર કોથમીર ભભરાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર