હોમ પેજ / રેસિપી / પંજાબી સ્ટાઇલ બટર મેથી મટર મલાઇ

Photo of Punjabi butter methi mutter malai by Hiral Pandya Shukla at BetterButter
401
8
0.0(0)
0

પંજાબી સ્ટાઇલ બટર મેથી મટર મલાઇ

Feb-18-2019
Hiral Pandya Shukla
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પંજાબી સ્ટાઇલ બટર મેથી મટર મલાઇ રેસીપી વિશે

આજે મે પંજાબી સ્ટાઇલમાં મેથી મટર મલાઇ બનાવી છે ખરેખર મસ્ત બની.....આને મે બટર મા બનાવી છે... સ્વાદ મા ખુબ સરસ છે નીચેની રીતે જરુર બનાવજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ સમારેલી મેથી
  2. 3/4 કપ બાફેલા વટાણા
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 3 ચમચા તેલ
  5. 1/2 ચમચી જીરું
  6. 1/2 કપ ડુંગળી જીણી સમારેલી
  7. 1/2 કપ ટમેટા પ્યુરી
  8. 1 1/4 કપ દૂધ
  9. 1 ચપટી ખાંડ
  10. 2 ચમચા ફ્રેશ ક્રીમ
  11. પેસ્ટ માટે:-
  12. 2 ચમચી પાણી
  13. 1/4 કપ ડુંગળી
  14. 4 લીલા મરચા
  15. 1 કટકો નાનો આદુ
  16. 3 લસણ ની કળી
  17. 7 નંગ કાજુ
  18. 1/2 ચમચી ખસખસ
  19. ડ્રાય મસાલા પાવડર માટે:-
  20. 1 નંગ તજ
  21. 4 લવીંગ
  22. 2 એલચી
  23. 4 મરી
  24. 1 ચમચી જીરું

સૂચનાઓ

  1. ડ્રાય મસાલો કઢાઇ મા ધીમા તાપે શેકી અને ઠંડો થાય એટલે બારીક પીસી લેવો.
  2. પેસ્ટ ની બધી સામગ્રી પીસી લેવી.
  3. મેથી મા મીઠું નાખી 15 મીનીટ રેવા દો.
  4. 15 મીનીટ પછી મેથી માં મીઠા નુ થયેલું પાણી હળવા હાથે દબાવી નીચોવી લો.
  5. કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં જીરું નાખી મેથી સાતળી લો અને કાઢી લો.
  6. એજ કઢાઇ મા બટર ઉમેરી તેમાં ડુંગળી સાંતળો... બનાવેલી પેસ્ટ મીકસ કરી પકાવો.
  7. પછી ડ્રાય મસાલો નાખી સાંતળો.
  8. ટમેટા ની પ્યોરી ઉમેરી સરસ સાતળી લો .
  9. હવે તેમાંવટાણા, મેથી, દુધ,ખાંડ, મીઠું, ક્રીમ, પાણી ઉમેરી મીક્સ કરો અને 5 મીનીટ સુધી ધીમા તાપે ઉકાળો....
  10. ગરમા ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર