હોમ પેજ / રેસિપી / ચાઇનીઝ ભેળ

Photo of chinese bhel by Hiral Pandya Shukla at BetterButter
28
8
0.0(0)
0

ચાઇનીઝ ભેળ

Feb-19-2019
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઇનીઝ ભેળ રેસીપી વિશે

આ એક ઇન્ડો ચાઇનીઝ વાનગી છે...જે બનાવવી સરળ છે અને બધાં ને ભાવતું સ્નેક છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • કિટ્ટીપાર્ટી
 • ચાઇનીઝ
 • ઉકાળવું
 • ઠંડુ કરવું
 • તળવું
 • સ્નેક્સ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

 1. નુડલ્સ માટે:-
 2. 5 કપ પાણી
 3. 1/2 ચમચી મીઠું
 4. 1 ચમચી તેલ
 5. 2 પેક હકકા નુડલ્સ
 6. તળવા માટે તેલ
 7. ભેળ માટે:-
 8. 3 ચમચી તેલ
 9. 1 મોટી લસણ ની કળી
 10. 1 ઇચ સમારેલુ આદુ
 11. 1/4 કપ ડુગળી
 12. 4 ચમચી સ્પ્રિંગ અનયન
 13. 1/2 કપ ગાજર
 14. 1/2 કેપ્સીકમ
 15. 1 કપ કોબી
 16. 2 ચમચી સીઝવાન સોસ
 17. 2 ચમચી ટમટો સોસ
 18. 1 ચમચી સોયા સોસ
 19. 1 ચમચી વીનેગાર
 20. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

 1. નુડલ્સ પેક લો.
 2. પાણી મા તેલ મીઠું ઉમેરી 2 પેક નુડલ્સ ઉમેરી 5 મીનીટ ઉકાળો.
 3. ચારણી માં નીતારી ઉપર ઠંડું પાણી રેડો.
 4. નુડલ્સ એકદમ સુકા થવા દો.
 5. એ પછી ગરમ તેલમાં તળી લો.
 6. ઠરવા દો.
 7. ઠરે પછી હાથથી ભાંગી લો.
 8. કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં ભેળ ની બધી જ સામગ્રી મીક્સ કરો.
 9. સોસ પણ ઉમેરો.
 10. સરસ મીકસ થઇ જાય પછી હાથથી ક્રશ કરેલ નુડલ્સ માં આ મીશ્રણ ઉમેરી સરસ મીક્સ કરો.
 11. ગરમા ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર