હોમ પેજ / રેસિપી / ટર્કિશ પાશા લોકૂમ (કોકોનટ પુડીંગ)

Photo of Turkish pasha lokum(coconut pudding) by safiya abdurrahman khan at BetterButter
1131
7
0.0(0)
0

ટર્કિશ પાશા લોકૂમ (કોકોનટ પુડીંગ)

Feb-20-2019
safiya abdurrahman khan
180 મિનિટ
તૈયારી નો સમય
50 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટર્કિશ પાશા લોકૂમ (કોકોનટ પુડીંગ) રેસીપી વિશે

આ એક ટર્કિશ ડેઝર્ટ છે, થોડુ ટ્વિસ્ટ કરી બનાવી છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • મિડલ ઈસ્ટર્ન
  • બેકિંગ
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 5

  1. ૪ કપ દૂધ
  2. ૨/૩ કપ નારિયેળ નો લોટ અથવા મેંદો
  3. ૧/૪ કપ કોર્ન ફ્લોર
  4. ૨ મોટી ચમચી નારિયેળ નો ભૂકો
  5. ૧ ૧/૨ કપ ખાંડ
  6. ૧ નાની ચમચી માખણ
  7. ૩-૪ કેસર નાં તાંતણા
  8. ૧/૪ કપ હૂંફાળું દૂધ
  9. ૨૦૦ મિલિ કોકોનટ ક્રીમ અથવા વહીપ ક્રીમ
  10. ૧ મોટી ચમચી દળેલી ખાંડ
  11. પિસ્તા સમારેલા
  12. ખમણેલુ નારિયેળ

સૂચનાઓ

  1. બેકિંગ ટીન નાં તળિયે તેલ અથવા માખણ લગાડી ગ્રીસ કરી લો.
  2. તેનાં પર ખાંડ છાંટી ગરમ ઓવન મા આછી બદામી થાય તયાં સુધી બેક કરો. પછી કાઢી ને બાજુ પર રાખો.
  3. કેસરનો ૧/૪ કપ હૂંફાળા દૂધમાં ભેળવો.
  4. સૉસપેનમા નારિયેળ નો લોટ/મેંદો , નારિયેળ નો ભૂકો, કોર્ન ફ્લોર અને દૂધ મેળવો.
  5. ગેસ ચાલુ કરી ધીમા તાપે ૧૦ મિનીટ અથવા મિશ્રણ ઘટ્ટ નાં થાય ત્યાં સુધી પક્વૉ.
  6. ખાંડ ઉમેરી ચલાવીને પક્વૉ. હુંફાળું દૂધ વાળું કેસર મિશ્ર કરો.
  7. ૧ મિનીટ ધીમા તાપે પકવી હળવા હાથે હલાવી ગેસ બંદ કરો.
  8. આ મિશ્રણ ને એજ પાનમાં રેડો, ૧૫૦ ડીગ્રી પર ૧૫ થી ૨૦ મિનીટ બેક કરો.
  9. પછી ઓવન થી બહાર કાઢી ઠંડા પાણી ભરેલ વાસણમાં ૧૦ મિનીટ મૂકો.
  10. ૧૦ મિનીટ પછી બહાર કાઢી રૂમ તાપમાન પર આવવા દો.
  11. કોકોનટ ક્રીમ ને ફ્રીઝરમા ૫ ૬ કલાક મૂકો(જો વહીપ ક્રીમ હોય તો પણ)
  12. પુડીંગ પર લગાડવાનાં ૧૦ મિનીટ પહેલા ફ્રીઝર માંથી કાઢી બીટ કરો.
  13. દળેલી ખાંડ ઉમેરી ફરી બીટ કરો.
  14. પુડીંગ પર એકસમાન લગાડી ૨ કલાક ફ્રીઝ મા ઠંડી કરો.
  15. ૨ કલાક પછી ચોરસ કટકા કરો. એક પીસ પર બીજી નીચેથી ઉપર મૂકો જેથી વચ્ચે ક્રીમ વાળો ભાગ અને ઉપર બદામી ખાંડ વાળો ભાગ દેખાય.
  16. કર્તેલ પિસ્તા અને ખમણેલુ નારિયેળ થી સજાવી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર