હોમ પેજ / રેસિપી / મલ્ટિગ્રેન અસ્પરેગસ પિઝા

Photo of Multigrain pizza by Bhavisha Talati at BetterButter
259
4
0.0(0)
0

મલ્ટિગ્રેન અસ્પરેગસ પિઝા

Feb-20-2019
Bhavisha Talati
120 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મલ્ટિગ્રેન અસ્પરેગસ પિઝા રેસીપી વિશે

આ પિઝા મલ્ટિગ્રેન લોટ વાપરીને બનાવેલા છે. સ્વાદ માં એકદમ સરસ બને છે અને બાળકોને ભાવે તેવા હેલ્થી પીઝા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • અમેરિકન
  • બેકિંગ
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 1/2 કપ મલ્ટિગ્રેન લોટ
  2. 1/2 કપ મેંદો
  3. 1 ચમચી યીસ્ટ
  4. 2 ચમચી તેલ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 1 ચમચી ખાંડ
  7. 1 ચમચી ઇટાલિયન સિઝનીંગ
  8. 1/2 કપ પિઝા સૌસે
  9. 10 નંગ એસપરેગસ
  10. ચેરી ટોમેટો
  11. બ્લેક ઓલીવ
  12. 1 કપ મોઝરેલાં ચીઝ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બંને લોટ ભેગા કરી તેમાં મીઠું, તેલ, યિસ્ટ, ખાંડ અને ઇટાલિયન સિસનીંગ ઉમેરી ભેગા કરો.
  2. ત્યારબાદ હુંફાળા પાણી થી રોટલી જેવો ઢીલો લોટ બાંધી દેવો.
  3. હવે લોટને ઢાંકી ને ગરમ જગ્યા પર 1 કલાક મૂકી દેવો. જેથી તેમાં આથો આવી જશે.
  4. લોટને ફરીથી બરાબર મસળીને તેનો મોટો રોટલો વણી લેવો.
  5. હવે તેના પર સોસ પાથરી દેવો.
  6. ત્યારબાદ ચીઝ પાથરી દેવી.
  7. હવે તમારી મરજી પ્રમાણે શાકભાજી વાપરી શકાય
  8. ત્યારબાદ પહેલેથી 425 ડિગ્રી ફેરહીંટ પર ગરમ કરેલા ઓવેન માં લગભગ 15-20 મિનિટ બકે કરવું
  9. પિઝા ગુલાબી રંગનો થઈ જાય અને ચીઝ પીગળી જાય એટલે બહાર કાઢી લેવો.
  10. તેમાં કાપા પાડી ગરમ ગરમ પીરસવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર