હોમ પેજ / રેસિપી / તીખી ભાખરી ટાકોઝ

Photo of Bhakari Taco by Mita Shah at BetterButter
726
7
0.0(0)
0

તીખી ભાખરી ટાકોઝ

Feb-21-2019
Mita Shah
10 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તીખી ભાખરી ટાકોઝ રેસીપી વિશે

આને મે ગુજરાતી ભાખરી સાથે બનાવી છે..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • બેકિંગ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ વાડકી ઘઉંનો લોટ
  2. ૧ચમચો તેલ મોણ માટે
  3. ૧ચમચી મરચું,
  4. ૧/૨ ચમચી હળદર
  5. ૧ચમચી અજમો
  6. ૧/૨ ચમચી જીરું
  7. ૧ ચમચી ધાણાજીરું
  8. સ્વાદઅનુસાર મીઠું
  9. ભાખરી તળવા માટે તેલ
  10. લોટ બાંધવા માટે જરૂરી પાણી
  11. ૨ ચમચા માયોનીઝ
  12. ૨ ચમચા સાલસા સોસ
  13. ૪ થી ૫ ક્યુબ ચીઝ
  14. ૧ મોટું ટામેટું ઝીણું સમારેલ
  15. અડધું કેપ્સિકમ ઝીણું સમારેલું
  16. ૧ચમચો લેટ્યુસ સમારેલું
  17. ૧ચમચો બાફેલા રાજમા
  18. ૨ ડુંગળી સમારેલી
  19. ૨ ચમચા કોથમીર
  20. ૧ચમચો બાફેલા મકાઇના દાણા
  21. ૧ચમચી ઓરેગાનો
  22. ૧ચમચી ચીલી ફ્લેક્સ
  23. ૧ચમચી મીક્ષ હબ્સ
  24. મીઠું સ્વાદઅનુસાર

સૂચનાઓ

  1. લોટમાં તેલ અને મસાલા ઉમેરી ભાખરીનો લોટ બાંધીલો.
  2. ૫મીનીટ ઢાંકી ને રાખો.
  3. હવે આમાંથી તળેલી ભાખરી બનાવી લો.
  4. થોડી ઠંડી થાય એટલે ઓવનની ગ્રીલ રેકમાં ભરાવી, ટાકો શેપ આપી ૧૮૦ડીગ્રી સે. પર પ્રીહીટ કરેલ ઓવનમાં શેકી લો.
  5. ૧૦/૧૨ મીનીટ માં શેકાઈ જશે.
  6. હવે , એક બાઉલમાં બધાં સમારેલાં શાક અને મેક્સિકન મસાલા મીક્ષ કરીને રાખો
  7. બાફેલા રાજમા અને મકાઈ ઉમેરો. (આને તમે વઘારીને ગ્રેવી વાળા પણ લઈ શકો... )
  8. હવે બંને સોસ ને મીક્ષ કરી લો.. અલગ અલગ પણ લઈ શકાય.
  9. હવે, ટાકો લઈ, તેની અંદર સોસ લગાવો.
  10. શાક અને બીન્સ મૂકો.. હબ્સ ને ચીલી ફ્લેક્સ છાંટો.
  11. ફરી થોડો સોસ મૂકો.
  12. ચીઝ છીણીને મૂકો..
  13. ટાકોઝ ખાવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર