હોમ પેજ / રેસિપી / પર્પલ શક્કરિયા ના બ્રુસેટા

Photo of Purple Sweet Potato Bruschetta by Bhavisha Talati at BetterButter
702
6
0.0(0)
0

પર્પલ શક્કરિયા ના બ્રુસેટા

Feb-21-2019
Bhavisha Talati
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પર્પલ શક્કરિયા ના બ્રુસેટા રેસીપી વિશે

પર્પલ રંગના શક્કરિયા આજે મને એક દુકાનમાં મળિયા તો લઇ આવી. ખબર નહોતી ટેસ્ટ માં કેવા લાગશે અને એનું શું બનાવીશ. આવીને શક્કરિયા છોલીયા તો પર્પલ રંગના રતાલુ જેવા હતા. પણ સ્વાદ માં એકદમ શક્કરિયા જેવા. આ રેગ્યુલર શક્કરિયા કરતા પણ વધારે હેલ્થી હોઈ છે. તેને મેં તેલ વાપર્યા વગર એકદમ હેલ્થી બનાવીયા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • અમેરિકન
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 પર્પલ શક્કરિયા
  2. 1 કપ ગ્રીક દહીં
  3. 1 કપ સમારેલા લાલ મરચાં, મકાઈ અને સ્નોપીસ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. મરીનો ભૂકો
  6. 1 ચમચી ઇટાલિયન સિઝનીંગ
  7. 1 નાની ચમચી કાળા તલ
  8. ઝીણી સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. સૌપ્રથમ શક્કરિયા ને છોલી ગોળ પૈતા કાપીલો.
  2. તેને પાણી થી ધોઈ ગ્રીલ ઉપર શેકવા
  3. થોડુંક મીઠું અને મરીનો ભૂકો લગાવી એકદમ ચઢી જાય ત્યાં સુધી શેકવા.
  4. ગ્રીક દહીં ને એક પાતળા કપડાં માં બાંધી વધારાનું પાણી કાઢી લેવું.
  5. તેમાં મીઠું, મરીનો ભૂકો અને ઇટાલિયન સિઝનીંગ નાખી મીક્સ કરવું.
  6. શાકભાજી સમારી ધીમા તાપે મીઠું નાખી શેકી લેવા.
  7. હવે શક્કરિયા ની ઉપર દહીં લગાવી શાકભાજી મુકવા.
  8. કાળા તલ અને કોઠીમીર થી સજાવી પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર