હોમ પેજ / રેસિપી / અરેબીક મહાલાબીઆ

Photo of Arabic Muhallabia by Bharti Khatri at BetterButter
544
5
0.0(0)
0

અરેબીક મહાલાબીઆ

Feb-22-2019
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અરેબીક મહાલાબીઆ રેસીપી વિશે

આ સાઉદી અરબ ની પારંપરિક મીઠાઈ છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. મહાલાબીઆ દૂધ માથી બનાવેલ છે અને મે તેની ઉપર બીજુ લેયર (પડ) નારંગી ના રસ થી બનાવેલ છે. આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • અફઘાની
  • વેજ
  • આસાન
  • ઈદ
  • ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૫૦૦ ગ્રામ દૂધ
  2. ૪ ચમચી કોનૅફ્લોર
  3. ૩/૪ કપ ખાંડ (આપણા ટેસ્ટ પ્રમાણે લેવી)
  4. ૧ ચમચી આરેન્જ અસેન્સ
  5. નારંગી ના રસ નુ લેયર ની સામગ્રી :-
  6. ૧ કપ નારંગી નો રસ(ઓરેન્જ જ્યસ)
  7. ૩ ચમચી કોનૅફ્લોર
  8. ૧/૨ કપ ખાંડ
  9. ૧ ચમચી ઓરેન્જ એસેન્સ
  10. ૧ ચમચો કાજુ નો ભૂકો
  11. ૧ ચમચો બદામ નો ભૂકો
  12. ૧ ચમચો અખરોટ નો ભૂકો

સૂચનાઓ

  1. એક તપેલી મા દૂધ ગરમ કરવા મુકવુ.
  2. હવે એક બાઉલ મા ખાંડ અને કોર્નફ્લોર ભેગા કરી તેમા બેત્રણ ચમચા જેટલુ દૂધ મિક્સ કરી બરાબર હલાવી મિક્સ કરી લેવુ.
  3. હવે દુધ ઉકળે એટલે તેમા ખાંડ અને કોર્નફ્લોર મિક્સ કરેલુ મિશ્રણ ઉમેરી હલાવતા રહેવુ. જેથી તેમા ગાઠો ના પડે.
  4. હવે દુધ જ્યા સુધી ગાંઢુ (જાડુ) ના થાય ત્યા સુધી બરાબર હલાવતા રહેવુ.
  5. હવે તેમા ઓરેન્જ એસેન્સ મિક્સ કરી બરાબર હલાવતા રહેવુ.
  6. હવે દુધ નુ મિશ્રણ ગાંઢુ થઈ જાય એટલે તેને કાચ ના બાઉલ મા ભરી લેવા. અને ઠંડા થવા ફ્રિજ મા ૨ થી ૩ કલાક મુકવા.
  7. હવે ઓરેન્જ જ્યુસ નુ લેયર બનાવવા માટે :-
  8. હવે બાઉલ મા ૩ ચમચી કોનૅફ્લોર લઈ તેમા બેત્રણ ચમચા જેટલુ પાણી નાખીને સારી રીતે મિક્સ કરવું.
  9. હવે એક તપેલી મા ઓરેન્જ જ્યુસ ગરમ કરવા મુકવુ અને તેમા ખાંડ મિક્સ કરવી.
  10. હવે તે બરાબર ગરમ થાય એટલે તેમા કોનૅફ્લોર નુ મિશ્રણ મિક્સ કરી હલાવતા રહેવુ. તેને પણ ગાંઢુ થવા દેવુ.
  11. હવે તેમા પણ ઓરેન્જ એસેન્સ મિક્સ કરી બરાબર હલાવતા રહેવુ.
  12. હવે મિશ્રણ ગાંઢુ થઈ જાય એટલે તેને ફ્રિજ માથી ઠંડુ થવા મુકેલ દુધ વાળા મિશ્રણ ના બાઉલ મા ઉપર ભરવુ. અને ફરી બે થી ત્રણ કલાક સુધી ઠંડુ થવા મુકવું.
  13. હવે તેને સુકોમેવા થી સજાવી ને પિરસવુ. એકદમ સ્વાદિષ્ટ અરેબીક મહાલાબીઆ તૈયાર છે. મે તેને અડધા ભાગ મા સમજાવવા માટે ઓરેન્જ લેયર કરેલ છે. ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..:yum::yum:

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર