હોમ પેજ / રેસિપી / ડેટ્સ મામૌલ

Photo of Dates Maamoul by Bharti Khatri at BetterButter
33
7
0.0(0)
0

ડેટ્સ મામૌલ

Feb-23-2019
Bharti Khatri
1200 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડેટ્સ મામૌલ રેસીપી વિશે

મામૌલ એ સાઉદી અરબ ની વાનગી છે અને તેઓ ઈદ રમઝાન મા બનાવવા મા આવે છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. તે રવો મા મેંદો, મિલ્ક પાઉડર, ઘી, તેલ, દળેલી ખાંડ, ખજૂર બધી સામગ્રી થી બનાવેલ છે તેને બનાવતા સમય લાગે છે પણ તેનો ટેસ્ટ ખુબ જ સરસ છે આપ સૌને પણ ખુબ પસંદ આવશે.

રેસીપી ટૈગ

 • અફઘાની
 • વેજ
 • આસાન
 • ઈદ
 • બેકિંગ
 • ડેઝર્ટ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

 1. ૫૦૦ ગ્રામ રવો
 2. ૧૫૦ ગ્રામ ઘી
 3. ૧/૨ કપ તેલ
 4. ૧૧/૨ કપ મેંદો
 5. ૧/૨ કપ મિલ્ક પાઉડર
 6. ૧ કપ દળેલી ખાંડ
 7. ૧ ચમચી જાયફળ પાઉડર
 8. ૧/૨ ચમચી બેકિંગ પાઉડર
 9. ચપટી મીંઠુ
 10. ૧/૪ કપ દુધ
 11. ૨ ચમચી વેનીલા એસેન્સ
 12. ૧/૪ કપ ગુલાબજળ
 13. પુરણ માટે :-
 14. ૫૦૦ ગ્રામ ખજૂર
 15. ૧/૨ કપ મગજતરી ના બીજ
 16. ૧ ચમચો અખરોટ નો ભૂકો
 17. ૧ ચમચો દળેલી ખાંડ
 18. ૪ ચમચા તેલ
 19. યીસ્ત મિશ્રણ માટે :-
 20. ૧ ચમચી ખાંડ
 21. ૧/૪ કપ પાણી
 22. ૧ ચમચી યીસ્ત

સૂચનાઓ

 1. એક બાઉલ મા રવો, ઘી અને તેલ બરાબર મિક્સ કરી હાથ થી મસળીને તેને ૧૨ કલાક સુધી ઢાંકી ને મુકવુ.
 2. ૧૨ કલાક પછી રવો ઘી અને તેલ ચઢી જઇ એકદમ સુવાળો(સોફ્ટ) થઈ જશે.
 3. હવે તેમા મેંદો, મિલ્ક પાઉડર, દળેલી ખાંડ, જાયફળ પાઉડર, બેકિંગ પાઉડર અને મીંઠુ બધુ જ રવાના મિશ્રણ મા બરાબર મિક્સ કરી લેવું.
 4. હવે યીસ્ત મા ખાંડ અને પાણી મિક્સ કરી તેને એક્ટીવ કરવા મુકવું.
 5. હવે યીસ્ત એક્ટીવ થઈ જાય એટલે તેને રવા અને મેંદા ના મિશ્રણ મા મિક્સ કરવુ.
 6. હવે તેમા દુધ, વેનીલા એસેન્સ અને ગુલાબજળ મિક્સ કરી રોટલી ના લોટ જેવો લોટ બાંધવો અને એક કલાક સુધી ઢાંકી ને મુકવુ.
 7. હવે કલાક પછી તે લોટ ના કચોરી બને તેવા નાના ગોળા બનાવી લેવા.
 8. હવે ખજૂર ના બીજ કાઢી મિક્સર મા તેલ મિક્સ કરી ફેરવી લેવુ અને મિક્સર માથી કાઢી લઇ તેમા મગજતરી ના બીજ, અખરોટ નો ભૂકો અને દળેલી ખાંડ બરાબર મિક્સ કરી લેવું. અને તેના પણ લોટ વાળા ગોળા થી સહેજ નાના વાળવા.
 9. આ રીતે ગોળા બનાવી લેવા.
 10. આ રીતે લોટ નો લૂવો લઈ તેને અંગૂઠા થી ખાડો કરી તેમા ખજૂર નુ પુરણ મુકવુ.
 11. આ રીતે ગોળો બંધ કરી ફરી થી ગોળ ગોળ કરી ગોળો બનાવી લેવો.
 12. હવે આપણી પાસે કોઈ પણ ડિઝાઇનર મોલ્ડ (બીબા) મા ખજુર ના પુરણ વાળો ગોળો મુકી ને ડેટ્સ મામૌલ બનાવી લેવુ. આ ચોકલેટ ની સીટ મા બનાવ્યુ છે.
 13. આ રીતે બધા જ મામૌલ બનાવી લેવા અને બેકિંગ ટ્રે મા ઘી લગાવી ને મુકવા.
 14. હવે તેને ૨૩૦સે. ૧૦ મિનિટ પ્રિ હિટ કરી પછી ૧૦ થી ૧૫ મિનિટ લાઇટ બ્રાઉન થાય ત્યા સુધી બેક કરવુ.
 15. હવે બેક થઈ ગયા પછી ડેટ્સ મામૌલ પર આઈસીંગ સુગર નો છંટકાવ કરી ખાવા. સ્વાદ મા ખરેખર ખૂબજ ટેસ્ટી છે.
 16. આ રીતે ડબ્બા મા ભરીને લાબા સમય સુધી ખાઈ શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર