BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / વન પાન પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ

Photo of One pan pasta with garlic bread by Purvi Modi at BetterButter
0
3
0(0)
0

વન પાન પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ

Feb-24-2019
Purvi Modi
12 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વન પાન પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ રેસીપી વિશે

ઇટાલિયન પાસ્તા ને બનાવવા માટે પાસ્તા અલગ થી બાફવામાં આવે છે અને સોસ અલગ થી બનાવીએ છે. અહીં આ પાસ્તા એક જ પાનમાં બનાવ્યા છે જેથી ઝડપથી બની જાય છે. બાળકો પણ બનાવી શકે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ઇટાલિયન

સામગ્રી સર્વિંગ: 4

  1. સ્પગેટી પાસ્તા અથવા કોઈ પણ આકાર ના રૉ પાસ્તા ૨૦૦ ગ્રામ
  2. ઓલિવ ઓઈલ ૪ ટેબલસ્પૂન
  3. વાટેલું લસણ ૧ ટેબલસ્પૂન
  4. સમારેલી ડુંગળી ૧
  5. ટોમેટો પ્યુરી ૧ કપ
  6. સમારેલું કેપ્સીકમ નાનું ૧
  7. સમારેલું યેલો બેલ પેપર ૩-૪ ટેબલસ્પૂન
  8. સમારેલું ગાજર ૧/૪ કપ
  9. બ્રોકોલી ફલોરેટસ ૬-૭
  10. સમારેલુ બેબી કોર્ન ૩
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. રેડ ચીલી સોસ ૨ ટેબલસ્પૂન
  13. ટોમેટો સોસ ૧/૨ કપ
  14. ખાંડ ૧ ટી સ્પૂન
  15. ચીલી ફ્લેક્સ ૧ ટેબલસ્પૂન
  16. ઓરેગાનો ૧ ટેબલસ્પૂન
  17. કાળા મરી પાવડર ૧ ટી સ્પૂન
  18. છીણેલી ચીઝ જરૂર મુજબ
  19. ગાર્લિક બ્રેડ માટે:-(૮-૧૦ નંગ)
  20. બ્રેડ ૮-૧૦
  21. બટર ૭૦-૮૦ ગ્રામ
  22. વાટેલું લસણ ૩ ટેબલસ્પૂન
  23. ઝીણી સમારેલી કોથમીર ૩ ટેબલસ્પૂન

સૂચનાઓ

  1. એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેમાં વાટેલું લસણ અને સમારેલી ડુંગળી ઉમેરીને બરાબર સાંતળો.
  2. હવે તેમાં ટોમેટો પ્યુરી ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, કાળા મરી પાવડર, ખાંડ, રેડ ચીલી સોસ અને ટોમેટો સોસ ઉમેરીને બરાબર મિક્સ કરો.
  3. હવે તેમાં બધાજ શાકભાજી અને પાસ્તા ઉમેરો.
  4. હવે લગભગ ૨-૩ કપ જેટલું પાણી ઉમેરીને ઢાંકીને ચઢવા દો.
  5. પાસ્તા અને શાકભાજી ચઢી જાય એટલે છીણેલું ચીઝ ઉમેરીને મિક્સ કરો. તૈયાર છે વન પાન પાસ્તા.
  6. ગાર્લિક બ્રેડ માટે બટર, વાટેલું લસણ અને ઝીણી સમારેલી કોથમીર ને બરાબર મિક્સ કરો.
  7. આ બટર ને બ્રેડ ની બન્ને બાજુએ લગાવી તવા ઉપર શેકી લો.અથવા ઓવનમા ૨૦૦° સે પર ૮-૧૦ મિનિટ સુધી બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર