ચીઝી પોટેટો ટબ વીથ સ્ક્રેંમ્બલ્ડ ટોફુ | Cheesy Potato Tub with Scrambled Tofu Recipe in Gujarati

ના દ્વારા Rupa Thaker  |  25th Feb 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Cheesy Potato Tub with Scrambled Tofu by Rupa Thaker at BetterButter
ચીઝી પોટેટો ટબ વીથ સ્ક્રેંમ્બલ્ડ ટોફુby Rupa Thaker
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

ચીઝી પોટેટો ટબ વીથ સ્ક્રેંમ્બલ્ડ ટોફુ

ચીઝી પોટેટો ટબ વીથ સ્ક્રેંમ્બલ્ડ ટોફુ Ingredients to make ( Ingredients to make Cheesy Potato Tub with Scrambled Tofu Recipe in Gujarati )

 • ૨ બાફેલા બટેટા
 • ૧ ડુંગળી
 • ૧ નાનુ કેપ્સીકમ
 • ૧ નાનુ ટમેટુ
 • ૧/૨ વાટકી સમારેલી બ્રોકોલી
 • ૧/૨ વાટકી ટોફુ
 • તેલ તળવા માટે
 • ૨ ચીઝ સ્લાઈસ
 • ૧ ચમચી ચીલી ફ્લેક્સ
 • ૧ ચમચી ઓરેગાનો
 • ૨ ચમચી તેલ વઘાર માટે
 • ૨ ચમચી ટોમેટો સોસ
 • ૨ ચમચી મેયોનીઝ
 • ચપટી મરી પાવડર
 • ૧/૨ ચમચી આદુ લસણ ની પેસ્ટ
 • મીઠુ સ્વાદ મુજબ
 • ધાણા સજાવવા માટે

How to make ચીઝી પોટેટો ટબ વીથ સ્ક્રેંમ્બલ્ડ ટોફુ

 1. સૌથી પહેલા બાફેલા બટેટા ના બે ભાગ કરવી, વચ્ચે નો ભાગ ચમચી કાઢી લેવો
 2. પછી ધીમે ગેસ પર તેલ મા ડીપ ફ્રાઈ કરવુ, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી
 3. એક લોયા મા તેલ મુકી ગરમ થાય એટલે તેમાં લસણ અને આદુ ની પેસ્ટ, જીરું અને હીંગ નાખી હલાવવું, પછી તેમા બધા શાક,ટોફુ અને મસાલા નાખી ૫ મીનીટ સાતળવુ
 4. બટેટા મા સોસ, મેયોનીઝ લગાવી, ચીઝ સ્લાઈસ મુકવી
 5. ત્યાર બાદ તેમા બનાવેલું સ્ટફીન્ગ્સ બે ચમચી જેટલુ ભરવુ પછી નોનસ્ટીકમા ઘી મુકી ૨-૩ મીનીટ ઢાંકીને રાખવું
 6. પછી તેમાં મરી પાવડર,ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવીને ગરમાગરમ સર્વ કરો

Reviews for Cheesy Potato Tub with Scrambled Tofu Recipe in Gujarati (0)