હોમ પેજ / રેસિપી / ચીઝી પોટેટો ટબ વીથ સ્ક્રેંમ્બલ્ડ ટોફુ

Photo of Cheesy Potato Tub with Scrambled Tofu by Rupa Thaker at BetterButter
504
5
0.0(0)
0

ચીઝી પોટેટો ટબ વીથ સ્ક્રેંમ્બલ્ડ ટોફુ

Feb-25-2019
Rupa Thaker
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝી પોટેટો ટબ વીથ સ્ક્રેંમ્બલ્ડ ટોફુ રેસીપી વિશે

ટોફુ અને બ્રોકોલી થી ભરેલ ચીઝી પોટેટો ટબ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • મેક્સિકન
  • શેલો ફ્રાય
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ બાફેલા બટેટા
  2. ૧ ડુંગળી
  3. ૧ નાનુ કેપ્સીકમ
  4. ૧ નાનુ ટમેટુ
  5. ૧/૨ વાટકી સમારેલી બ્રોકોલી
  6. ૧/૨ વાટકી ટોફુ
  7. તેલ તળવા માટે
  8. ૨ ચીઝ સ્લાઈસ
  9. ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  10. ૧ ચમચી ઓરેગાનો
  11. ૨ ચમચી તેલ વઘાર માટે
  12. ૨ ચમચી ટોમેટો સોસ
  13. ૨ ચમચી મેયોનીઝ
  14. ચપટી મરી પાવડર
  15. ૧/૨ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  16. મીઠુ સ્વાદ મુજબ
  17. ધાણા સજાવવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલા બાફેલા બટેટા ના બે ભાગ કરવી, વચ્ચે નો ભાગ ચમચી કાઢી લેવો
  2. પછી ધીમે ગેસ પર તેલ મા ડીપ ફ્રાઈ કરવુ, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી
  3. એક લોયા મા તેલ મુકી ગરમ થાય એટલે તેમાં લસણ અને આદુ ની પેસ્ટ, જીરું અને હીંગ નાખી હલાવવું, પછી તેમા બધા શાક,ટોફુ અને મસાલા નાખી ૫ મીનીટ સાતળવુ
  4. બટેટા મા સોસ, મેયોનીઝ લગાવી, ચીઝ સ્લાઈસ મુકવી
  5. ત્યાર બાદ તેમા બનાવેલું સ્ટફીન્ગ્સ બે ચમચી જેટલુ ભરવુ પછી નોનસ્ટીકમા ઘી મુકી ૨-૩ મીનીટ ઢાંકીને રાખવું
  6. પછી તેમાં મરી પાવડર,ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવીને ગરમાગરમ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર