હોમ પેજ / રેસિપી / ચીઝ કેક ચોકલેટ ડેઝર્ટ

Photo of Cheese cake chocolate dessert by Varsha Joshi at BetterButter
381
5
0.0(0)
0

ચીઝ કેક ચોકલેટ ડેઝર્ટ

Feb-25-2019
Varsha Joshi
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ કેક ચોકલેટ ડેઝર્ટ રેસીપી વિશે

આ રેસિપી મે ફેસબુક પર વિડિયો જોઈને થોડું મારા વિચાર થી તેમાં ઈનોવેટીવ કરીને બનાવી છે.આ ડેઝર્ટ અરાઉન્ડ ધ વર્લ્ડ મતલબ કે દરેક કન્ટ્રી મા બનતું જોવા મળે છે.તો ચાલો આજે બનાવીએ ચીઝ કેક ચોકલેટ ડેઝર્ટ.

રેસીપી ટૈગ

  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧૦૦ ગ્રામ ફ્રેશ ક્રિમ
  2. ૫ નંગ ઓરીયો ચોકલેટ બિસ્કીટ
  3. એક કીટકેટ નું પેકેટ
  4. ૫૦ ગ્રામ બૂરું ખાડ
  5. ડાર્ક ચોકલેટ છીણેલી
  6. ૧૦૦ ગ્રામ ચીઝ
  7. ચોકલેટ શોટ્સ ના બે બોલ્સ
  8. સર્વિંગ માટે બે કાચના ગ્લાસ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ૫૦ ગ્રામ ક્રિમમા છીણેલી ડાર્ક ચોકલેટ નાખી ગરમ કરી ને લિક્વિડ તૈયાર કરી સાઈડમાં રાખો
  2. હવે ઓરીયો ચોકલેટ બિસ્કીટ ને મિક્સરમાં ક્રમ્સ કરી લો.અને કીટકેટ ને પણ મિક્સરમાં ક્ર્મ્સ કરી લો.
  3. હવે ચીઝને મેશ્ડ કરો અને તેમાં બૂરું ખાડ અને ક્રિમ નાખી બરાબર ઘાટું મિશ્રણ તૈયાર કરો.
  4. હવે કીટકેટ નું અડધું ક્ર્મ્સ રાખી અને બીજા અડધાં મા ક્રિમ નાખી તેનું પણ લિક્વિડ તૈયાર કરો
  5. હવે બે કાચના ગ્લાસ લો અને તેમાં નીચે સૌથી પહેલાં ઓરીયો ક્ર્મ્સ બે ચમચી નાખો.
  6. ત્યારબાદ તેના પર ચીઝ મિશ્રણ લેયર બે ચમચી કરો
  7. તેના પર કીટકેટ ક્રમ્સ નું લિક્વિડ બે ચમચી નાખો.
  8. હવે તેના પર ફરીથી ઓરીયો ક્રમ્સ નું લેયર કરો.
  9. ત્યારબાદ ચીઝ મિશ્રણ નું લેયર કરો.
  10. તેના પર કીટકેટ લિક્વિડ લેયર કરો અને ઓરીયો ક્રમ્સ બાકી છે તે પણ નાખી ઉપર એક ચમચી ચીઝ મિશ્રણ નું લેયર કરો.
  11. છેલ્લે ઉપર કીટકેટ ક્રમ્સ ભભરાવી અને ઉપર ચોકલેટ શોટ્સ ના બોલથી સજાવો
  12. ફ્રીજમા ઠંડુ કરવા મૂકી દો
  13. તૈયાર છે ચીઝ કેક ચોકલેટ ડેઝર્ટ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર