હોમ પેજ / રેસિપી / થાઇ ફાફડા વિથ થાઇ કરી

Photo of Thai fafada with thai curry by Devi Amlani at BetterButter
309
4
0.0(0)
0

થાઇ ફાફડા વિથ થાઇ કરી

Feb-25-2019
Devi Amlani
15 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થાઇ ફાફડા વિથ થાઇ કરી રેસીપી વિશે

જનરલ એ ગુજરાતી લોકોને ગાંઠિયા અને ફાફડા બહુ જ પ્રિય હોય છે પણ મેં અહીં થોડું fusion કરીને થાય ફાફડા બનાવ્યા છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 6

  1. 250 ગ્રામ બેસન
  2. 1 નાની ચમચી અજમા
  3. 1 નાની ચમચી હિંગ
  4. સ્વાદ પ્રમાણે મીઠું
  5. 1/2 નાની ચમચી ખાવાના સોડા
  6. તળવા માટે તેલ
  7. થાય સલાડ બનાવવા માટે
  8. 2 થી 3 કળી લસણ ની
  9. 1 ટુકડો આદું ખમણેલી
  10. 1 ચમચી સોયા સોસ
  11. 1 વાટકી સમારેલી ધાણા ભાજી
  12. 1 ચમચી મરી પાવડર
  13. 1 ચમચી ગોળ
  14. 1 ચમચી ટોમેટો કેચપ
  15. 1 વાટકી શેકેલા સીંગદાણા
  16. 1 નાની પપૈયુ ખમણેલું
  17. 1 નાનું કેપ્સીકમ
  18. થાય કરી બનાવવા માટે
  19. એક પાણી કોથમીર
  20. 1 ટુકડો આદું
  21. 1 કળી લસણ
  22. 1 ચમચી લીંબુનો રસ
  23. સ્વાદ પ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. સૌપ્રથમ ફાફડા બનાવવા માટે લોટને ચાળીને એક બાજુ રાખો
  2. એક વાટકીમાં મીઠું અને સોડા મિક્સ કરી થોડું પાણી ઉમેરો
  3. હવે લોટમાં બેથી ત્રણ ચમચી તેલ હિંગ અને અજમો નાખીને તૈયાર કરેલ આ મિશ્રણથી લોટ બાંધો
  4. લોટ રોટલી જેવો નરમ રાખો અને 10 મિનિટ સુધી રાખો
  5. હવે થાય સલાડ બનાવવા માટે સૌથી પહેલા તેનું ડ્રેસિંગ તૈયાર કરવું પડશે
  6. તેના માટે એક મિક્સર જારમાં સીંગદાણા લસણ આદુનો ટુકડો સોયા સોયા સોસ ટોમેટો કેચપ અને ગોળ નાખી ને ક્રશ કરો
  7. હવે તૈયાર કરેલા ડ્રેસિંગને એક વાટકીમાં કાઢી ફ્રીજમાં ઠંડુ કરવા રાખો
  8. હવે એક નાનું પપૈયું લો અને ખમણી વડે લખી લો ત્યારબાદ કેપ્સીકમ અને લીલી ડુંગળીને પણ તે જ રીતે લાંબી સમારી લો
  9. હવે હવે સલાડ બનાવવા માટે પપૈયુ કેપ્સિકમ ડુંગળી અને એક બાઉલમાં મિક્સ કરો અને ત્યારબાદ તૈયાર કરેલું ડ્રેસિંગ તેમાં એડ કરો આ રીતે થાય સલાડ તૈયાર છે અને ઉપર થોડી કોથમીર ભભરાવો અને થોડા શેકેલા સીંગદાણા પણ ઉપર નાખો
  10. હવે ફાફડા બનાવવા માટે લોટને એકદમ થી નરમ બનાવો
  11. ત્યારબાદ તેના નાના નાના લંબગોળ શેઈપ ના લુવા બનાવો
  12. હવે હાથની મદદથી પાટલા ઉપર ફાફડા બનાવો
  13. આવી રીતે ધીમે ધીમે ફાફડા બનાવી એક થાળીમાં તૈયાર કરો
  14. ત્યારબાદ ગરમ તેલમાં તળી લો
  15. આ રીતે ગુજરાતીના પ્રિય એવા ફાફડા તૈયાર છે
  16. હવે બધા ફાફડા ને એક ડીશમાં એક સરખી રીતે ગોઠવો
  17. ત્યારબાદ તૈયાર કરેલું થાય સલાડ એક-એક ફાફડા ઉપર પાથરો
  18. હવે થાય કરી બનાવવા માટે થાય કરીને બધો સામાન મિક્સરમાં મિક્સ કરી પીસી લો અને ફાફડા સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર