હોમ પેજ / રેસિપી / બ્રોકલી સબજી

Photo of Broccoli sabji by vaishali nandola at BetterButter
646
3
0.0(0)
0

બ્રોકલી સબજી

Feb-25-2019
vaishali nandola
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રોકલી સબજી રેસીપી વિશે

બ્રોકલી સ્વાસ્થય અને સ્કીન માટે ફાયદાકારક છે. આ શરીરને સ્વસ્થ અને જવાન દેખાવા માટે ઘણી મદદગાર સાબિત થાય છે. બ્રોકલીમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, વિટામીન એ રહેલા છે.એટલે આપણે સલાડ મા કે સબજી મા આનો ઉપયોગ કરવો જોઈએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ બ્રોકલી બ્લાન્ચ કરેલી
  2. 1 કેપ્સીકમ સમારેલુ
  3. 2 ટમેટા
  4. 2 ટે. સ્પુન કાજુ
  5. 2 સુકા લાલ મરચા
  6. 1 નાનો ટુકડો આદુ
  7. મીઠુ સ્વાદ પ્રમાણે
  8. 1 ટી સ્પુન ગરમ મસાલો
  9. 1 તમાલ પત્ર
  10. હીંગ
  11. 1/2 ટી સ્પુન શાહી જીરુ
  12. 1 ચમચી ઘી
  13. 1 ચમચી મલાઈ
  14. 1/4 કપ દુધ

સૂચનાઓ

  1. બ્રોકલીને બ્લાન્ચ કરવા .એને ગરમ પાણી મા થોડુ મીઠુ નાખી થોડી વાર રાખી મુકો.
  2. મરચા અને કાજુને ગરમ પાણીમા થોડીવાર પલાળો.
  3. ટમેટા ,કાજુ,મરચા અને આદુ ની પેસ્ટ બનાવી લો .
  4. ઘી ગરમ કરો
  5. તેમા તમાલ પત્ર ,શાહીજીરુ ને હીંગ નાખો
  6. કેપ્સીકમ નાખી સાતળો.
  7. બનાવેલી પેસ્ટ નાખી સાતળો
  8. ચઢવા આવે એટલે તેમા ગરમ મસાલો, મીઠુ નાખી સાતળો.
  9. બ્રોકલી ઉમેરો .મલાઈ અને દુધ ઉમેરો.
  10. થોડી વાર ઉકળવા દો.
  11. બ્રોકલી થોડી ક્રંચી રાખવા થી સબજી નો ટેસ્ટ ખુબ સરસ લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર