હોમ પેજ / રેસિપી / સ્પીનેચ રોઝ મોમોસ

Photo of Spinanch rose momos by Devi Amlani at BetterButter
732
5
0.0(0)
0

સ્પીનેચ રોઝ મોમોસ

Feb-26-2019
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્પીનેચ રોઝ મોમોસ રેસીપી વિશે

મોમોસ એક તિબેટીયન વાનગી છે જે જે હવે ઇન્ડિયામાં પણ એક સ્ટ્રીટ ફૂડ તરીકે વપરાય છે મેં થોડું ટ્વિસ્ટ કરીને રોજ આપ્યો છે અને પાલક નો ઉપયોગ કરીને ગ્રીન કલર ના રોઝ સૈઇપ ના મોમોસ બનાવ્યા છે બનાવ્યા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ મેંદો
  2. ચપટી કસુરી મેથી
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. 2 ચમચી તેલ
  5. 1 પણી પાલક
  6. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  7. 1 વાટકી કોબીજ ખમણેલી
  8. 1 વાટકી ખમણેલું ગાજર
  9. 1 વાટકી લીલી સમારેલી ડુંગળી
  10. 1 નાની ચમચી મરી પાઉડર
  11. ચપટી ઓરેગાનો
  12. થોડી સમારેલી ધાણા ભાજી

સૂચનાઓ

  1. સૌપ્રથમ પાલકની સમારી ધોઈ લો ત્યારબાદ મિક્સરમાં થોડું પાણી નાખી ઘટ્ટ ગ્રેવી બનાવી લો
  2. ત્યારબાદ એક બાઉલમાં મેંદો મીઠું ચપટી કસૂરી મેથી અને પાલકની ગ્રેવી નાખીને લોટ બાંધો
  3. લોટ બંધાઈ જાય ત્યારબાદ તેને દસ મિનિટ ભીના કપડામાં બાંધીને રાખી દો
  4. હવે એક પેનમાં તેલ લઇ ગરમ કરો ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ નાખીને સાંતળો
  5. હવે તેમાં લીલી ડુંગળી નાખી ને સાંતળો
  6. હવે તેમાં ગાજર નાખી ને સાતડો
  7. ત્યારબાદ તેમાં કોબીજ નાખીને સાંતળો અને પછી મીઠું મરી અને ઓરેગાનો નાખીને મિક્સ કરો
  8. સૌથી છેલ્લે ધાણા ભાજી ને નાખી ગેસ બંધ કરો આ રીતે મોમોસ ફીલ કરવાનું મિશ્રણ તૈયાર છે
  9. હવે પાલકની પ્યુરી થી બાંધેલી કણકને કૂણવી નાની નાની એક સરખી પૂરી બનાવો
  10. હવે ત્રણે પૂરીને ઉપર ઉપર રાખી ગોઠવો
  11. હવે એક ઉપર એક એમ ત્રણે પૂરી રાખી વચ્ચે તૈયાર કરેલું વેજીટેબલ રાખો અને પાણીની મદદથી સીલ કરો
  12. ત્યારબાદ રોઝનો સેઇપ આપો
  13. હવે આવી રીતે બધા મોમોસ તૈયાર કરો અને ત્યારબાદ એક સ્ટીમરમાં 20 મિનિટ માટે સ્ટીમ થવા દો
  14. આ રીતે સ્પિનેચ રોઝ મોમોસ તૈયાર છે જેને સેઝવાન સોસ સાથે સૌ કરી શકાય છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર