હોમ પેજ / રેસિપી / મેક્સીકન રાઈસ સુશી ડોનટ

Photo of Mexican rice sushi donut by Bhavisha Talati at BetterButter
71
7
0.0(0)
0

મેક્સીકન રાઈસ સુશી ડોનટ

Feb-26-2019
Bhavisha Talati
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેક્સીકન રાઈસ સુશી ડોનટ રેસીપી વિશે

આ એક ફુઝન આવગી છે. જેમાં મેક્સીકન રાઈસ ને જાપાનીઝ સુશી રાઈસ ની જેમ સજાવીને પીરસવામાં આવ્યા છે. દેખાવ માં બહુ સુંદર લાગે છે અને સ્વાદ માં પણ એક્દમ તીખા અને ચટપટા સરસ લગે છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • કિટ્ટીપાર્ટી
 • મેક્સિકન
 • સાંતળવું
 • મુખ્ય વાનગી
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

 1. 1 કપ ચોખા
 2. 1/2 એનચિલેડા સોસ
 3. 1 કાંદો બારીક સમારેલો
 4. 1 લીલું શીમલામીર્ચ
 5. 1/2 કપ બાફેલી મકાઈ ના દાણા
 6. 2 ઝીણા સમારેલા ટામેટા
 7. 1 ચમચી બારીક સમારેલું મરચું
 8. 1 ચમચી ટાકો સિઝનીંગ
 9. મીઠું સ્વાદાનુસાર
 10. 1 ચમચી લસણની પેસ્ટ
 11. 1 ચમચી લાલ મરચું
 12. ગાજરની સ્લાઇસ
 13. એવોકાડો ની સ્લાઇસ
 14. 1/2 કપ સાલસા
 15. 1/2 કપ ખાટું ક્રીમ
 16. 1 કપ ઝીણી સમારેલી કોથમીર

સૂચનાઓ

 1. સૌપ્રથમ ચોખાને ધોઈને પાણીમાં 15 મિનિટ પલાળી દેવા.
 2. ત્યારબાદ પેન માં એક ચમચી તેલ નાખી ગરમ કરવું.
 3. તેમાં ઝીણા સમારેલા કાંદા અને કેપ્સિકમ નાખી 2-3 મિનિટ સાંતળવું.
 4. હવે તેમાં લસણ અને ટામેટાં નાખી 2 મિનિટ સાંતળવું.
 5. ત્યારબાદ તેમાં મકાઈના દાણા, એનચિલડા સોસ, ટાકો સિઝનીંગ, મીઠું, મરચું અને કોથમીર નાખી સાંતળવું.
 6. હવે તેમાં ચોખા નાખી 2 મિનિટ સાંતળવું.
 7. પછી 2 કપ પાણી નાખી મિક્સ કરવું.
 8. પેન ને ઢાંકી ને ધીમા તાપે 15 મિનિટ રાઈસ ચઢી જાય ત્યાં સુધી ગરમ કરવું.
 9. થોડીકવાર રાઈસ ઠંડા પડે પછી ડોનટ ના મોલ્ડ માં નીચે ગાજર, અવોકેફો, બાફેલી મકાઈ અને સાલ્સા થી સજાવી દેવું.
 10. તેના ઉપર રાઈસ પાથરવા.
 11. ધીમે રહી તેને મોલડમાંથી ઊંધા સેરવિંગ પ્લેટ માં કાઢી લેવા.
 12. ઉપર ખાટું ક્રીમ (sour cream) અને ચીઝ સોસ થી સજાવી સાલસા સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર