હોમ પેજ / રેસિપી / બાબા ગનોશ અને લવાશ

Photo of Baba ganoush with lavash by Purvi modi at BetterButter
395
3
0.0(0)
0

બાબા ગનોશ અને લવાશ

Feb-26-2019
Purvi modi
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાબા ગનોશ અને લવાશ રેસીપી વિશે

આ એક મિડલ ઇસ્ટનૅ વાનગી છે.જે એગપ્લાન્ટમાથી બનાવવામાં આવે છે. પીતા બ્રેડ, લવાશ અથવા ક્રેકર્સ સાથે પરોસવામા આવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • મિડલ ઈસ્ટર્ન
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 3

  1. એગપ્લાન્ટ ૧
  2. ઓલિવ ઓઈલ ૨-૩ ટેબલસ્પૂન
  3. વાટેલું લસણ ૧ ટી સ્પૂન
  4. ઝીણી સમારેલી કોથમીર અથવા પાર્સલી ૨ ટેબલસ્પૂન
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. લીંબુનો રસ ૧ ટેબલસ્પૂન
  7. તાહિની પેસ્ટ ૨ ટેબલસ્પૂન
  8. ઝીણી સમારેલી ડુંગળી ૧(મરજિયાત)
  9. ઝીણું સમારેલું ટમેટું ૧ (મરજિયાત)
  10. લવાશ માટે:-
  11. મેંદો અથવા ઘઉં નો લોટ ૧ કપ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. બટર ૨ ટેબલસ્પૂન
  14. સમારેલી કોથમીર ૨ ટેબલસ્પૂન
  15. બેકિંગ સોડા ૧/૮ ટી સ્પૂન
  16. સફેદ તલ જરૂર મુજબ
  17. કાળા તલ જરૂર મુજબ

સૂચનાઓ

  1. એગપ્લાન્ટ ને ધોઈ , કોરુ કરી તેની ઉપર થોડું તેલ લગાવી દો. ફોર્કની મદદથી થોડા થોડા અંતરે પ્રિક કરી દો.
  2. ત્યારબાદ તેને ગેસ પર ધીમા તાપે બધી બાજુથી શેકી લો.
  3. બરાબર શેકાઈ ગયા બાદ તેને થોડીવાર ઠંડા પાણીમાં ડૂબાડી રાખો. ત્યારબાદ તેની છાલ ઉતારી લો.
  4. હવે તેનો ડીટાવાળો ભાગ કાપી દૂર કરો.
  5. હવે એગપ્લાન્ટ, મીઠું, લસણ, સમારેલી કોથમીર, ઓલિવ ઓઈલ અને તાહિની પેસ્ટ ને મિક્સરમાં પીસી લો.
  6. બાઉલમાં કાઢી લો. જો પસંદ હોય તો ઝીણી સમારેલી ડુંગળી અને ટમેટું ઉમેરો.
  7. તૈયાર છે સ્વાદિષ્ટ બાબ ગનોશ. પરોસવાના સમયે ઉપરથી થોડું ઓલિવ ઓઈલ રેડી અને લાલ મરચું ભભરાવી લવાશ સાથે સર્વ કરો.
  8. લવાશ માટે તલ સિવાય ની બધી સામગ્રી ભેગી કરી નરમ કણક બાંધો. ૧૦-૧૫ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. ત્યારબાદ ફરીથી મસળીને મોટા લૂઆ બનાવીને અટામણ લઈ પાતળી રોટલી વણી લો.
  9. રોટલી ને બેંકીંગ ટ્રે માં મૂકી ફોર્કથી પ્રિક કરો. ઉપર તેલ લગાડી સફેદ અને કાળા તલ ભભરાવો. જે આકારના કરવા હોય તે મુજબ ચપ્પુ થી કાપા પાડી લો.
  10. પ્રીહિટેડ ઓવનમા ૨૦૦° સે પર ૫-૭ મિનિટ સુધી અથવા સોનેરી થાય ત્યાં સુધી બેક કરો. તૈયાર છે લવાશ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર