હોમ પેજ / રેસિપી / ચાઈનીઝ ભેળ

Photo of Chinese Bhel by Mital Viramgama at BetterButter
460
2
0.0(0)
0

ચાઈનીઝ ભેળ

Feb-26-2019
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઈનીઝ ભેળ રેસીપી વિશે

ચાઈનીઝ ભેળ એક ઇન્ડો ચાઇનીઝ ડીસ છેં. એક સ્ટ્રીટ ફુડ છેં અત્યાર ના ફાસ્ટફૂડ ના ટાઇમ માં બધાં નાનાં મોટાં ની ફેવરિટ ડીસ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ચાઇનીઝ
  • પેન ફ્રાય
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. મનચુરીયન માટે
  2. 1 1/2 કપ કોબી ,ગાજર,કેપ્સીકમ,ડુંગળી ઝીણું સમારેલુ
  3. 2 ટેબલ સ્પૂન લસણ આદું મરચાં ની પેસ્ટ
  4. 1ટેબલ સ્પૂન સોયાસોસ
  5. 2ટેબલ સ્પૂન મેંદાનો લોટ
  6. 1 કપ કોર્ન ફ્લોર
  7. તળવા માટે તેલ
  8. ભેળ માટે :hibiscus:
  9. 2કપ તળેલા નૂડલ્સ
  10. 1 1/2 તૈયાર મનચુરીયન
  11. 2કપ કોબી લાંબી સમારેલી
  12. 1કપ ગાજર ખમણેલું
  13. 1કપ કેપ્સીકમ જીણુ સમારેલુ
  14. 2 નંગ ડુંગળી લાંબી સમારેલી
  15. 4લીલા મરચાં ની કટકી
  16. 2ટેબલ સ્પૂન લસણ આદુ મરચાં ની પેસ્ટ
  17. 2ટેબલ સ્પૂન ચીલી સોસ
  18. 2ટેબલ સ્પૂન સેઝવાન સોસ
  19. 2ટેબલ સ્પૂન ટામેટો સોસ
  20. 2ટેબલ સ્પૂન સોયાસોસ
  21. 2 ટેબલ સ્પૂન કોથમીર
  22. નીમક સ્વાદ અનુસાર
  23. એક ટેબલ સ્પૂન તેલ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં મનચુરીયન ના બધાં ઇન્ગ્રીડયન્સ લઇને મીકસ કરી લો નીમક સ્વાદ અનુસાર નાખી બધું સરખાઇ થી મીક્સ કરી લો
  2. હવે તેલ ગરમ કરી તેમાં સાવ નાની નાની સાઇઝના મનચુરીયન ક્રીસપી બનાવી લો.
  3. હવે ભેળ માટે એક નોન સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણ આદુ મરચાં ની પેસ્ટ નાખી બધાં સમારેલા શાકભાજી નાખી ફાસ્ટ ગેસ ઉપર ટોસ કરી ને ઉછાળી ને કુક કરવાનું.
  4. હવે તેમાં મરચાં ની કટકી અને બધા સોસ નાખી ફાસ્ટ ગેસ ઉપર મીક્સ કરવાનું.
  5. હવે તેમાં તૈયાર મનચુરીયન અને ફ્રાય નૂડલ્સ નાખી બધું સરખાઇ થી મીક્સ કરી લો .બધું ફાસ્ટ ગેસ ઉપર ખાલી મીનીટ માટે મીક્સ કરવાનું છે. નીમક સ્વાદ અનુસાર નાખી બધું સરખાઇ થી મીક્સ કરી ઉપર કોથમીર નાખી દો.
  6. બધું ફાસ્ટ ગેસ ઉપર ખાલી મીક્સ કરવાનું છે વધારે ચડવા દેવાનુ નથી.
  7. હવે તૈયાર છે ચાઇનીઝ ભેળ જે તરતો તરતજ સર્વ કરો એટલે કિસ્પી રહે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર