હોમ પેજ / રેસિપી / સ્પેગેટી

Photo of SPAGHETTI by Deepa Rupani at BetterButter
523
3
0.0(0)
0

સ્પેગેટી

Feb-26-2019
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્પેગેટી રેસીપી વિશે

સ્પેગેટી એ પાતળા, લાંબા, પાસ્તા છે જે ઇટાલિયન ક્યુઇસીન નું મુખ્ય છે. સ્પેગેટી ને જુદા જુદા સોસ, ગ્રેવી તથા શાકભાજી સાથે બનાવાય છે. અહીં મેં સ્પેગેટી તાજા હર્બસ તથા ગુલાબી ગ્રેવી માં બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ઇટાલિયન
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 12-15 સ્ટીકસ સ્પેગેટી
  2. 1 ઝીણી સુધારેલી ડુંગળી
  3. 5-6 કળી ઝીણું સુધારેલું લસણ
  4. 1 ટે સ્પૂન ઝીણા સુધારેલા લીલા મરચા
  5. 1 કપ ટામેટા પ્યૂરી
  6. 1 ટે સ્પૂન સુધારેલા ઓલિવ
  7. 1 ટે સ્પૂન સુધારેલા હેલેપીનોસ
  8. 1 ટે સ્પૂન ઝીણી સુધારેલા બેસિલ
  9. 1 ટી સ્પૂન ઝીણી સુધારેલી પર્સલી
  10. 1 કપ white સોસ
  11. 1 ટે સ્પૂન ઓલિવ ઓઇલ
  12. 1 ટી સ્પૂન લાલ મરચું
  13. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. એક મોટા પહોળા વાસણ માં થોડું તેલ અને મીઠું નાખી, પાણી ઉમેરી ઉકળવા મુકો. ઊકળે એટલે સ્પેગેટી નાખી તેને કુક કરી લો.
  2. હવે એક નોન સ્ટિક પાન માં તેલ ગરમ મૂકી, ડુંગળી લસણ સાંતળો. થોડી સેકન્ડ પછી લીલા મરચા પણ નાખી દો.થોડી વાર સાંતળી, ટામેટા પ્યૂરી, લાલ મરચું અને મીઠું નાખી દો અને 2-3 મિનિટ કુક થવા દો.
  3. હવે આંચ ધીમી કરી, ધીમે ધીમે white સોસ ઉમેરો, સાથે સાથે ચમચો હલાવતો રહેવો.
  4. જ્યાં સુધી બંને સોસ સરખા ભળી ના જાય ત્યાં સુધી હલાવો. પછી તાજા હર્બસ, ઓલિવ, હેલેપીનોસ નાખી સરખું ભેળવી, 1-3 મિનિટ કુક કરો.
  5. છેલ્લે સ્પેગેટી નાખી, મિક્સ કરી, 1-2 મિનિટ માં ગેસ બંધ કરી ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર