હોમ પેજ / રેસિપી / ત્રિ રંગીન વેજીટેબલ ઑ ગ્રાટીન

Photo of Tri coloured vegetable au gratin by Krupa Shah at BetterButter
191
7
0.0(0)
0

ત્રિ રંગીન વેજીટેબલ ઑ ગ્રાટીન

Feb-27-2019
Krupa Shah
20 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ત્રિ રંગીન વેજીટેબલ ઑ ગ્રાટીન રેસીપી વિશે

આ વાનગી એકદમ જ પૌષ્ટિક અને ઘર નાં બધા ને ભાવે એવી છે. આ વાનગી માં વાહિટ સોસ માં ઘઉંના લોટ નો ઉપિયોગ કરિયો છે અને એને રંગીન પ્રાકૃતિક રંગોનો જ ઉપિયોગ કરિયો છે. લીલા રંગ માટે પાલક ની પ્યૂરી અને લાલ રંગ માટે ટામેટાં ની પ્યૂરી.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • ડીનર પાર્ટી
 • મિશ્રણ
 • બેકિંગ
 • સાંતળવું
 • મુખ્ય વાનગી
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

 1. 2 કપ કાપેલા શાકભાજી(ફ્લાવર, કેપ્સિકમ, ફણસી અને ગાજર)
 2. 1 ડુંગળી લાંબી સમારેલી
 3. સ્વાદ પ્રમાણે મીઠું
 4. 4-5 ક્યુબ્સ ચીઝ ના ગ્રેટ કરેલા
 5. વઘાર માટે:
 6. 2 મોટા ચમચા તેલ
 7. 2 મોટા ચમચા બટર
 8. 1 નાની ચમચી જીરું
 9. 6 લસણ ની કડીયો જીણી સમારેલી
 10. 1 તમાલ પત્ર
 11. 1 મોટો તજ નો ટુકડો
 12. 1 નાની ચમચી મિક્સડ હૅર્બ્સ
 13. 2 નાની ચમચી ચીલી ફ્લેકેસ
 14. વાહિટ સોસ માટે:
 15. 3 મોટા ચમચા બટર
 16. 3 મોટા ચમચા ઘઉં નો લોટ
 17. 2 કપ ફુલ ફેટ દૂધ
 18. સ્વાદ પ્રમાણે મીઠું
 19. 1 નાની ચમચી કાળા મરી નો પાવડર
 20. 1/4 કપ તાજી પાલક ની પ્યૂરી
 21. 1/4 કપ તાજા ટામેટા ની પ્યૂરી

સૂચનાઓ

 1. એક પેન માં બટર અને તેલ ગરમ કરી લો.
 2. હવે વઘાર માટે તમાલ પત્ર, તજ અને જીરું ઉમેરો.
 3. જીરું તતળે એટલે લસણ અને ડુંગળી ઉમેરી 2 મિનિટ માટે સંતાડી લો.
 4. હવે બધા શાકભાજી અને મિક્સ હર્બ્સ ઉમેરી 5-7 મિનિટ માટે ચડવા દો.
 5. હવે અધ કચરા ચડેલા શાકભાજી બેકિંગ ટ્રે માં સૌથી પેહલા મુકો.
 6. એક બીજા પેનમાં white sauce બનાવવો. બટર ગરમ કરીને એમાં ઘઉં નો લોટ સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી લો.
 7. ત્યાર પછી એમાં દૂધ ઉમેરો. દૂધ ઉમેરતી વખતે સતત હલાવતા રહો જેથી ગાઢા ના થાય.
 8. હવે મીઠું અને મરી નો પાવડર ઉમેરો, થોડું ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી દેવો.
 9. આ સોસ ને ઠંડો થવા દો. પછી white sauce ના ત્રણ ભાગ કરી દો.
 10. એક ભાગ એમ જ રેહવાદો, બીજા ભાગમાં પાલક ની પ્યૂરી અને ત્રીજા ભાગ માં ટામેટા ની પ્યૂરી ઉમેરો.
 11. હવે બેકિંગ ટ્રે માં શાકભાજી ની ઉપર ત્રણે રંગ ના white sauce ઉમેરો.
 12. એની ઉપર ચીઝ અને 3-4 મોટા ચમચા બટર પાથરો
 13. પ્રી હીટ કરેલા ઑવન માં 200℃ પર 25 મિનિટ માટે બેક કરો.
 14. એકદમ પૌષ્ટિક એવું ઓ ગ્રટીન તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર