BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ઇટાલિયન ફોકાસિયા બ્રેડ

Photo of Italian foccasia Bread by Dhara joshi at BetterButter
0
6
0(0)
0

ઇટાલિયન ફોકાસિયા બ્રેડ

Feb-27-2019
Dhara joshi
120 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇટાલિયન ફોકાસિયા બ્રેડ રેસીપી વિશે

ઇટાલિયન ફોકાસિયા બ્રેડ એ મેંદો અને યિસ્ટ થી બને છે. આ બ્રેડ નો સ્વાદ પિઝા જેવો જ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ઇટાલિયન
  • બેકિંગ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 કપ મેંદો
  2. 1 1/2 કપ નવસેકુ પાણી
  3. 3 ચમચી ડ્રાય એકટીવ યિસ્ટ
  4. 3 ચમચી ઑલીવ ઓઇલ
  5. 2 ચમચી ખાંડ
  6. 1 નાની ચમચી મીઠુ
  7. 1/2 ચમચી મિક્સ હબ્સ સિઝનીંગ
  8. 1/2 ચમચી રેડ ચીલી ફલેકસ
  9. 1/2 ચમચી સુકી રોઝમેરી
  10. 2 ચમચી ડુંગળી લાંબી જીણી સમારેલી
  11. લાલ, લીલા, પીળા શીમલા મરચા લાંબા સમારેલ

સૂચનાઓ

  1. નવસેકુ પાણી મા યિસ્ટ અને ખાંડ મિક્સ કરીને 20 થી 30 મિનિટ માટે રાખી દો.
  2. 30 મિનિટ પછી તેમા ઓલિવ ઓઇલ, મીઠુ, રેડ ચીલી ફલેકસ, ડ્રાય હબ્સ અને રોઝમેરી ઉમેરી મિક્સ કરો.
  3. લોટ મા આ મિશ્રણ નાખીને મિક્સ કરો. મિશ્રણ પાતળૂ થશે.
  4. હવે તેને પહોળી જગ્યાએ ( રસોડા નુ પ્લેટફોર્મ ) પર થોડો મેદો છાટી ને લોટ ને 10 મિનિટ સુધી મસળો. થોડુંક ઓલિવ ઓઇલ છાટતુ જઇ લોટ ગુંથવો.
  5. ઓવન પ્રુફ ચોરસ કાચ ના વાસણ મા તેલ લગાવી ને લોટ તેમા ફેલાવો. .
  6. કપડા થી ઢાંકી ને 2 કલાક માટે ગરમ જગ્યાએ ( બંધ ઓવન ) મા મુકો.
  7. 2 કલાક બાદ ઓવન ને પ્રી હિટ કરો. લોટ પર ઓલિવ ઓઇલ છાટી આંગળી ઓ વડે દબાવો. ઉપર બટર પણ બ્રશ કરો.
  8. થોડા મિકસ હબ્સ, રેડ ચીલી ફલેકસ અને રોઝમેરી છાટો.
  9. ડુંગળી, અને લાલ, પીળા, લીલા શીમલા મરચા તેના પર છાટી જરા દબાવો. . 15 થી 20 મીનીટ માટે બેક કરો. ઉપર થી ગોલ્ડન બ્રાઉન થાય એટલે ફોકાસિયા બ્રેડ તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર