હોમ પેજ / રેસિપી / ચીલી ગાર્લિક નૂડલ્સ

Photo of Chilly garlic noodles by Disha Chavda at BetterButter
500
2
0.0(0)
0

ચીલી ગાર્લિક નૂડલ્સ

Feb-27-2019
Disha Chavda
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીલી ગાર્લિક નૂડલ્સ રેસીપી વિશે

ચાઇનીઝ ડીશ છે. નુડલ્સ અને વેજીટેબલ નું કોમ્બિનેશન છે. બાળકો ને ભાવતી વાનગી છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • ચાઇનીઝ
  • સ્ટર ફ્રાય
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. નુડલ્સ ૧ પેકેટ
  2. ઝીણું ચોપ કરેલું લસણ ૨૦ થી ૨૨ કળી
  3. આદુ ઝીણું ચોપ કરેલું ૨ ચમચી
  4. લીલા મરચા ઝીણા ચોપ કરેલા ૮ થી ૧૦ ( તીખા વધારે હોય તો પ્રમાણ ઘટાડી શકાય.)
  5. ડુંગળી ૧ મોટી સાઇઝ ની લાંબી સમારેલી
  6. કેપ્સીકમ ૧ મોટું લાંબુ સમારેલું
  7. કોબી ૧ કપ લાંબી સમારેલું
  8. ગાજર ૧/૨ લાંબુ સમારેલું
  9. ફણસી ૧૦ થી ૧૨ ટુકડા કરી ને વરાળે બાફી લેવી
  10. લીલી ડુંગળી નાં પાન ૧ કપ
  11. સોયા સોસ ૫ થી ૬ ચમચી
  12. રેડ ચીલી સોસ ૫ થી ૬ ચમચી
  13. તેલ ૪ ચમચી
  14. મીઠું સ્વાદાનુસાર
  15. વિનેગર ૧/૨ કપ
  16. લીલાં મરચાં ૩ થી ૪ ઝીણા સમારેલા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક મોટા વાસણ માં પાણી ગરમ મૂકવું. તેમાં થોડું તેલ અને મીઠું નાખવું. પાણી ઉકળે એટલે નૂડલ્સ નાખવા અને બાફવા. નૂડલ્સ બફાઈ જાય એટલે ગરમ પાણી માં થી ચારણી માં કાઢી ઉપર ઠંડુ પાણી રેડી ને બાજુ માં મૂકી દેવા.
  2. હવે એક પેન મા તેલ મૂકી તેમાં ઝીણું સમારેલું લસણ, આદુ, મરચાં નાખી સહેજ શેકવું. ત્યાર બાદ તેમાં ડુંગળી નાખવી. ત્યાર બાદ તેમાં ગાજર, કેપ્સીકમ, કોબી અને વરાળે બાફેલી ફણસી નાખવી. મીઠું નાખી હલાવવું. ત્યાર બાદ તેમાં નૂડલ્સ નાખી સોયા સોસ અને રેડ ચીલી સોસ નાખવું. ઉપર થી લીલી ડુંગળી નાં પાન નાખી દેવા.
  3. વિનેગર માં ઝીણા સમારેલા લીલાં મરચાં નાં ટુકડા નાખવા. અને તે મિક્સ કરી ને નૂડલ્સ માં ઉપર થી નાખી ને ખાવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર