ઇનોવેટિવ લઝાનીયા | Innovative lasanga Recipe in Gujarati

  ના દ્વારા Urvashi Belani  |  27th Feb 2019  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Innovative lasanga by Urvashi Belani at BetterButter
  ઇનોવેટિવ લઝાનીયાby Urvashi Belani
  • તૈયારીનો સમય

   10

   મીની
  • બનાવવાનો સમય

   40

   મીની
  • પીરસવું

   2

   લોકો

  0

  0

  ઇનોવેટિવ લઝાનીયા

  ઇનોવેટિવ લઝાનીયા Ingredients to make ( Ingredients to make Innovative lasanga Recipe in Gujarati )

  • લઝાનીયા શીટ બનાવવા માટે:
  • 1 કપ વેસણ
  • 21/2 કપ બીટ નું જ્યુસ
  • 1/2 કપ દહીં
  • સ્વાદાનુસાર નમક
  • લેયર્સ બનાવવા માટે:
  • 1/4 કપ બાફેલા સ્વીટકોર્ન
  • 1/4 કપ બાફેલા લીલાં વટાણા
  • 1/2 બારીક સમારેલું શિમલા મિર્ચ
  • 1 બારીક સમારેલી લીલી ડુંગળી
  • આવશકતાનુસર ચીલી ફ્લેક્સ
  • આવશકતાનુસર ઓરિગેનો
  • આવશકતાનુસર છીણેલું પ્રોસેસ ચીઝ
  • આવશકતાનુસર છીણેલું મોઝેરેલા ચીઝ
  • વ્હાઇટ સોસ માટે'
  • 2 ચમચી બટર
  • 2 ચમચી મેંદો
  • 1 કપ દૂધ
  • સ્વાદાનુસાર નમક
  • 1/4 ચમચી કાળી મરી પાવડર
  • 2 ચમચા છીણેલું પ્રોસેસ ચીઝ
  • રેડ સોસ માટે:
  • 2 ચમચા ટોમેટો સોસ
  • 2 ચમચા પીઝા સોસ
  • 1/4 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1/4 ચમચી ઓરિગેનો

  How to make ઇનોવેટિવ લઝાનીયા

  1. લઝાનીયા શીટ બનાવવા માટે વેસણ માં દહીં, મીઠું અને જ્યુસ નાખી બરાબર મિક્સ કરો જેથી એકપણ ગુટલી ના રહે,
  2. નોનસ્ટિક પેન માં આ મિશ્રણ નાખી ધીમી આચ પર થવા દો અને સતત હલાવતા રહેવું, ધીરે ધીરે મિશ્રણ ગાઢું થશે, 10 થી 12 મિનિટ સુધી ધીમી આંચ પર સતત હલાવતા રહેવું.
  3. હવે આ મિશ્રણ ને ગ્રીસ કરેલા પ્લેટફોર્મ પર ફેલાવી દો.
  4. બેકિંગ પોર્ટ ના આકાર માં બધી શીટ ને કટ કરી દો.
  5. વ્હાઇટ સોસ માટે એક પેન માં બટર ગરમ કરી મેંદો નાખી સેકો. 2 મિનિટ પછી ધીરે થી દૂધ નાખો, જ્યારે મિશ્રણ ગાઢું થાય પછી તેમાં નમક, કાળી મરી પાવડર અને ચીઝ નાખી મિક્સ કરો. આ વ્હાઇટ સોસ માંથી અડધો ભાગ કાઢી અલગ મુકી દો.
  6. બાકી ના વધેલા ભાગ માં શાકભાજી નાખી મિક્સ કરી 2 મિનિટ પછી ગેસ બંધ કરી દો.
  7. રેડ સોસ ની બધી સામગ્રી બરાબર મિક્સ કરો.
  8. બેકિંગ પોર્ટ માં સૌ પ્રથમ લઝાનીયા શીટ મુકો, તેના પર રેડ સોસ સ્પ્રેડ કરો, હવે વ્હાઇટ સોસ ની શાકભાજી વાળી લેયર બનાવો, તેના પર થોડું વ્હાઇટ સોસ નાખો હવે રેડ ચીલી ફ્લેક્સ, ઓરિગેનો અને પ્રોસેસ ચીઝ મુકો. ફરી થી લઝાનીયા શીટ મૂકી ઉપર પ્રમાણે બધી લેયર જમાવો. સૌથી ઉપર ની લેયર માં પ્રોસેસ ચીઝ સાથે મોઝેરેલા ચીઝ પણ મૂકો.
  9. હવે પ્રિહિટ ઓવન માં 170 ડિગ્રી પર 10 થી 15 મિનિટ માટે બેક કરો
  10. તૈયાર લઝાનીયા ને કટ કરી સર્વ કરો.

  Reviews for Innovative lasanga Recipe in Gujarati (0)

  શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો