Photo of Dabeli Waffles by Dhara joshi at BetterButter
1445
8
5.0(0)
0

Dabeli Waffles

Feb-27-2019
Dhara joshi
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • પ્રેશર કુક
  • બેકિંગ
  • બાફવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મેંદો લોટ
  2. 1/4 કપ ઘઉં લોટ
  3. 2 ચમચી બેકીંગ પાવડર
  4. ચપટી મીઠુ
  5. 2 મોટી ચમચી ખાંડ
  6. 2 મોટી ચમચી તેલ
  7. 1 1/4 કપ પાણી
  8. દાબેલી માટે :::
  9. 2 કપ બાફેલા અને મેશ કરેલા બટેટા
  10. 2 મોટી ચમચી દાબેલી મસાલા
  11. મીઠુ સ્વાદમુજબ
  12. કોથમીર જરૂર મુજબ
  13. 1/2 કપ સુકુ બારીક નારીયળ
  14. દાડમ ના દાણા જરૂર મુજબ
  15. મીઠી ચટણી જરૂર મુજબ
  16. મસાલા શીંગ જરૂર મુજબ
  17. 1 ચમચી લીંબુનો રસ
  18. 3 મોટી ચમચી તેલ
  19. 1 ચમચી લાલ લસણની ચટણી
  20. નાયલોન સેવ જરૂર મુજબ

સૂચનાઓ

  1. વોફલસ માટે :
  2. એક બાઉલ મા પીસેલી ખાંડ, મેંદો, ઘઉંનો લોટ, બેકીંગ પાવડર અને મીઠુ ચારણી થી ચાળી લો...
  3. તેમા પાણી અને તેલ ઉમેરી વિસ્ક કરી લો.
  4. વોફલ મશીન ને પ્રી હિટ કરો. .
  5. મિશ્રણ મા ગાંઠા ના રહે તેમ મિક્સ કરવુ. .
  6. મશીન મા જણાવ્યા મુજબ મિશ્રણ ફેલાવી 5 થી 7 મીનીટ બેક કરો.. ચેક કરતા રહેવુ. .વોફલસ તૈયાર છે.
  7. દાબેલી મસાલા માટે :
  8. કઢાઇ મા તેલ લો. ગરમ થાય એટલે બાફેલા બટાકા અને દાબેલી મસાલા ઉમેરી મિક્સ કરો.
  9. મીઠુ, મીઠી ચટણી અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો.
  10. દાબેલી મિશ્રણ ને પ્લેટ મા ફેલાવો. તેના પર સુકા નાળીયર ફેલાવો. તેની ઉપર મસાલા શીંગ ફેલાવો. તેની ઉપર દાડમ ના દાણા ફેલાવી કોથમીર ભભરાવી.
  11. હવે વોફલસ ના 4 ટુકડા કરો.. અહી બેલજીયમ વોફલ મશીન નો ઉપયોગ કર્યો છે. તો 1 વોફલસ માથી 2 દાબેલી બનશે.
  12. દાબેલી ના એક ભાગ પર લસણની ચટણી લગાવી તેના પર દાબેલી મિશ્રણ ભરી દાડમ ના બી, મસાલા શીંગ, ટોપરૂ અને કોથમીર અને નાયલોન સેવ ભભરાવી બીજી વોફલ મુકી બંધ કરો.
  13. તેના પર મીઠી ચટણી, લીલી ચટણી થી સજાવીને પરોસવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર