Photo of Halawet El Jibn by Rupa Thaker at BetterButter
435
6
0.0(1)
0

Halawet El Jibn

Feb-27-2019
Rupa Thaker
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • મિડલ ઈસ્ટર્ન
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ચાસણી માટે:
  2. ૧ કપ સાકર
  3. ૧/૨ કપ પાણી
  4. ૧/૨ ચમચી લીંબુનો રસ
  5. ૧/૨ ચમચી રોઝ વોટર
  6. ૨-૩ ગુલાબની પાંખડી
  7. ચીઝ રોલ બનાવા માટે:
  8. ૧ કપ પાણી
  9. ૧/૨ કપ સુજી
  10. ૧/૨ કપ સાકર
  11. ૩-૪ ગુલાબની પાંખડી
  12. ૧ કપ મોઝરેલા ચીઝ
  13. ગાર્નીશીગ માટે:
  14. વ્હિપ્ડ ક્રીમ જરૂર પ્રમાણે
  15. ગુલાબની પાંખડી
  16. પીસ્તા

સૂચનાઓ

  1. સૌથી પહેલા ચાસણી બનાવા માટે એક લોયા મા પાણી અને સાકર મિક્સ કરી ૫-૭ મિનિટ ઉકાળવુ, પછી તેમા લીંબુનો રસ નાખવો ત્યાર બાદ રોઝ વોટર મિક્સ કરવુ, ૨-૩ ગુલાબ ની પાંખડી નાખવી
  2. પાછુ લોયુ લેવુ તેમા પાણી અને સાકર મિક્સ કરી બરાબર સાકર ઓગળી જાય ત્યા સુધી હલાવવું પછી સુજી નાખવી, ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું
  3. પછી તેમાં ચીઝ નાખવુ
  4. બધુ મીક્સ થાય પછી થોડુ ઠંડુ થવા દેવું, પછી પ્લાસ્ટિક પેપર પર પાતળુ રોટલી જેમ વણવુ
  5. પછી ચારેય બાજુ થી કટર થી કટ કરી ચોરસ આકાર આપવો
  6. ૧/૨ ઈંચ જગ્યા રાખી વ્હિપ્ડ ક્રીમ ની લાઈન કરવી
  7. જગ્યા રાખેલા ભાગથી સીંગલ ફોલ્ડ કરી લાંબી પટ્ટી જેવા રોલ તૈયાર કરવા
  8. પટ્ટી રોલને ૨-૨ ઈંચના ટુકડા મા કટ કરવા
  9. ઉપર પીસ્તા ના ટુકડા અને ગુલાબ ની પાંખડી થી સજાવવુ
  10. ઉપર જરૂર પ્રમાણે ચાસણી રેડવી

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Varsha Joshi
Feb-28-2019
Varsha Joshi   Feb-28-2019

Yummy

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર