હોમ પેજ / રેસિપી / શેલો ફ્રાઈડ મોમોઝ

Photo of Shallow fried momos by safiya abdurrahman khan at BetterButter
564
1
0.0(0)
0

શેલો ફ્રાઈડ મોમોઝ

Feb-28-2019
safiya abdurrahman khan
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શેલો ફ્રાઈડ મોમોઝ રેસીપી વિશે

મોમૉસ એક પેન એશિયન વાનગી છે, જે જુદા જુદા દેશોમાં અલગ અલગ રીતે બને છે, મે અહી વેજ બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ચાઇનીઝ
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • લો કર્બ્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. પડ માટે
  2. મેંદો ૧ કપ
  3. મીઠુ ૧ નાની ચમચી
  4. તેલ ૧ નાની ચમચી
  5. ભરવા માટે
  6. ખમણેલુ કોબી ૧/૨
  7. ખમણેલુ ગાજર ૧/૪ કપ
  8. ખમણેલુ કેપ્સીકમ ૧/૪ કપ
  9. ઝીણુ સમારેલ આદું ૧/૪ નાની ચમચી
  10. ઝીણું સમારેલ લસણ ૧/૪ નાની ચમચી
  11. સોયા સોસ ૧ નાની ચમચી
  12. ચીલી સોસ ૧ નાની ચમચી
  13. કાળી મરીનો ભૂકો ૧ નાની ચમચી
  14. ટોમેટો સોસ ૧ મોટી ચમચી
  15. અજીનોમૉટૉ ચપટી
  16. મીઠુ
  17. તેલ ૪ મોટી ચમચી

સૂચનાઓ

  1. પડ માટે મેંદામાં મીઠુ અને તેલ નાખી મિશ્ર કરો.
  2. થોડુ થોડુ પાણી લઇ નરમ કણેક બાંધી, ૨૦ મિનીટ ઢાંકી દો.
  3. નોન સ્ટીક પેનમાં ૨ મોટુ ચમચી તેલ ગરમ કરી સમારેલ લસણ અને આદુ સાંતળો.
  4. સમારેલ કોબી, ગાજર અને કેપ્સીકમ નાખી ઉંચા તાપે સાંતળો.
  5. બધા સોસ, કાળી મરી, મીઠુ, અજીનોમૉટૉ ઉમેરી બરાબર મિશ્ર કરી પકવી ગેસ બંદ કરો.
  6. મિશ્રણ ઠંડુ કરો અને લોટ ને ફરી પંચ કરી નાના નાના લુઆ બનાવો.
  7. નાની પુરી વણી ૨ નાની ચમચી મિશ્રણ ભરો. અને મોમોનો આકાર આપો.
  8. બધાં મોમો વરાળથી બાફી લો. પેન મા ૨ મોટી ચમચી તેલ ગરમ કરી શેલો ફ્રાય કરી લો.
  9. શેઝવન સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર