હોમ પેજ / રેસિપી / પેને પાસ્તા વીથ ડાકૅ લીફી પેસ્તો એન્ડ રોસ્ટેડ સ્કવોશ

Photo of Penne with Dark leafy Pesto and Roasted Squash by DrNehal Shah at BetterButter
13
3
0.0(0)
0

પેને પાસ્તા વીથ ડાકૅ લીફી પેસ્તો એન્ડ રોસ્ટેડ સ્કવોશ

Feb-28-2019
DrNehal Shah
10 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પેને પાસ્તા વીથ ડાકૅ લીફી પેસ્તો એન્ડ રોસ્ટેડ સ્કવોશ રેસીપી વિશે

આ એક ઇટાલિયન રેસિપિ છે. ખુબ ફાઇબર ધરાવે છે. અને હેલ્ધી છે.

રેસીપી ટૈગ

 • ઉછાળવું
 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ઇટાલિયન
 • પેન ફ્રાય
 • શેકેલું
 • ઉકાળવું
 • સાંતળવું
 • મુખ્ય વાનગી
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

 1. જુકીની - 100gms (પાતળી સ્લાઇસ કરેલી )
 2. પીળી સ્કવોશ - 100gms (પાતળી સ્લાઇસ કરેલી )
 3. પેને પાસ્તા - 200gm
 4. મીઠું - 1/2 નાની ચમચી
 5. ડાકૅ લીફી પેસ્તો (બેસિલ પેસ્તો ) - 1/4 કપ
 6. ઓલીવ ઓઇલ - 2 મોટી ચમચી
 7. પામેૅસન ચીઝ પાઉડર - 2 મોટી ચમચી

સૂચનાઓ

 1. ઓવન ને 150 ડિગ્રી સેલ્સિયસ પર પ્રિહિટ કરો.
 2. જુકીની અને પીળી સ્કવોશ ની સ્લાઇસ ઉપર મીઠું અને ઓલીવ ઓઇલ લગાવી બેકિંગ ટ્રે માં ગોઠવીને 20- 30 મિનિટ શેકી લો.
 3. તે દરમિયાન એક મોટી તપેલીમાં પાણીમાં મીઠું ઉમેરી ઉકાળો. હવે તેમાં પાસ્તા નાંખીને હલાવો. પાસ્તા થોડા ચડી જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો. થોડું પાસ્તા ઉકાળેલું પાણી રહેવા દો. પાસ્તા નું પાણી ગાળી લો.
 4. હવે એક પૅનમાં ઓલીવ ઓઇલ ઉમેરો. તેમાં પાણી નિતારેલા પાસ્તા ઉમેરો અને હલાવો. તેના ઉપર થોડું પાસ્તા ઉકાળેલું પાણી ઉમેરી ને હલાવી લો.
 5. હવે પાસ્તામાં મીઠું અને પામેૅસન ચીઝ પાઉડર ઉમરી 2-3 મિનિટ હલાવો. બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ પર થી ઉતારી લો.
 6. પાસ્તા ને એક પ્લેટમાં રોસ્ટેડ જુકીની અને સ્કવોશ સાથે પામેૅસન ચીઝ પાઉડર ભભરાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર