હોમ પેજ / રેસિપી / Khichu momos

Photo of Khichu momos by Bhavisha Talati at BetterButter
16
3
5.0(1)
0

Khichu momos

Feb-28-2019
Bhavisha Talati
15 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • કિટ્ટીપાર્ટી
 • ચાઇનીઝ
 • બાફવું
 • માઈક્રોવેવિંગ
 • સ્નેક્સ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 1 કપ ચોખાનો લોટ
 2. 2 કપ પાણી
 3. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ
 4. 1 નાની ચમચી અજમો
 5. 1 નાની ચમચી જીરું પાવડર
 6. 1 ચપટી પાપડ ખાર
 7. 1 કપ બારીક સમારેલી કોબીજ
 8. 1 ઝીણું સમારેલું ગાજર
 9. 1/4 કપ ઝીણા સમારેલા કેપ્સિકમ
 10. 1/4 કપ ઝીણી સમારેલી કોથમીર
 11. 1 ચમચી સોયા સોસ
 12. 1 ચમચી ચીલી સોસ
 13. 1 ચમચી ઝીણું સમારેલું આદુ લસણ
 14. સિઝવાન સોસ
 15. 1 ચમચી તેલ
 16. મીઠું સ્વાદાનુસાર
 17. મરીનો ભૂકો એક ચમચી

સૂચનાઓ

 1. સૌપ્રથમ એક વાસણ માં 2 કપ પાણી ગરમ કરવા મુકો.
 2. તેમાં મીઠું, લીલા આદુ મરચાં, કોથમીર, અજમો અને જીરું નાખીને ઉકાળો.
 3. પાણી ઉકાળી જાય એટલે ચપટી પાપડ ખાર નાખો.
 4. ગેસ ધીમો કરી ચોખાનો લોટ નાખી બતાબર મિક્સ કરી દો જેથી તેમાં ગાંઠો ના પડે.
 5. લોટ ને ઢાંકીને ધીમા તાપે 5-10 મિનિટ સીજવા દો.
 6. લોટ ઠંડો પડે એટલે તેને બરાબર મસળીને લુવા પાડો.
 7. એક બીજા વાસણ માં 1 ચમચી તેલ મૂકી આદુ લસણ સાંતળવું.
 8. હોવી તેમાં ઝીણા સમારેલા શાકભાજી નાખી 2 મિનિટ ચઢાવવા.
 9. તેમાં મીઠું, મરીનો ભૂકો સોયા સોસ અને ચીલી સોસ નાખી ગેસ બંધ કરી દેવો.
 10. હવે લોટ ના લુવાને પ્લાસ્ટિક ઉપર મૂકી તેના ઉપર એક પ્લેટ લઈને દબાવી દો.
 11. એક પુરી જેવો આકાર આવી જશે.
 12. હવે તેમાં વચ્ચે શાકભાજી મુકો.
 13. તેને હળવેથી મોમોઝ નો આકાર આપો.
 14. આ રીતે બધા મોમોઝ બનાવી દો.
 15. હવે તેને ઉકળતાં પાણીમાં ચારણી મૂકી તેના ઉપર મુકીદો અને 15 મિનિટ સુધી બાફો.
 16. મેં માઇક્રોવેવ માં ઈડલી સ્ટેન્ડ માં મૂકી 5 મિનિટ માટે માઇક્રોવેવ કર્યાં છે.
 17. બરાબર બફાઈ જાય એટલે ગરમ ગરમ સીઝવાન સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Deepa Rupani
Feb-28-2019
Deepa Rupani   Feb-28-2019

મોદક અને મોમો નું fusion... superb. Must try recipe.. saving it.

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર