BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચટપટા નાન ટીકકી

Photo of Chatpata Naan Tikki by Hetal Sevalia at BetterButter
212
1
0(0)
0

ચટપટા નાન ટીકકી

Feb-28-2019
Hetal Sevalia
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચટપટા નાન ટીકકી રેસીપી વિશે

ક્રિસ્પી ટીકકી નો બગૅર ને બદલે નાન માં ઉપયોગ. બિલકુલ મેકડોન્લડસ સ્ટાઇલ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • શેકેલું
  • ગ્રીલ્લીંગ
  • તળવું
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ** નાન માટે:-
  2. 1 કપ મેંદો
  3. 1 ટી.સ્પૂન મીઠું
  4. 1 ટી.સ્પૂન ખાડ
  5. 1/4 ટી.સ્પૂન બેકિંગ સોડા
  6. 1/4 ટી.સ્પૂન બેકિંગ પાવડર
  7. 2 ચમચી દહીં
  8. દૂધ જરૂર મુજબ
  9. 1 ટી.સ્પૂન તેલ
  10. *** ટીકકી માટે:-
  11. 3-4 બટાકા બોઈલ
  12. 1/4 કપ બોઈલ વટાણા
  13. 1/2 ચમચી લીલાં મરચાં
  14. 1/2 ચમચી લાલ મરચું
  15. 1/4 ચમચી હળદર
  16. 1/2 ચમચી ગરમ મસાલો
  17. 1/4 ચમચી આમચૂર પાવડર
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. મેંદા ની સ્લરી જરૂર મુજબ
  20. ડ્રાય બ્રેડ ક્રમ્સ જરૂર મુજબ
  21. 1 ડુંગળી ઊભી સમારેલી
  22. ***સોસ માટે:-
  23. 1/2 કપ પ્લેન મેયોનીઝ
  24. 2 ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ
  25. 1 ટેબલ સ્પૂન કેચઅપ

સૂચનાઓ

  1. સૌપ્રથમ નાન માટેની બધી સામગ્રી ભેગી કરીને દૂધ થી લોટ બાંધી અડધો કલાક રહેવા દો.
  2. અટામણ લઈ મિડીયમ થીકનેસ ના લંબગોળ નાન વણી લો. તાવી પર બંને બાજુ હલકા બ્રાઉન સ્પોટ આવે તે રીતે શેકી લો. બધા નાન આ રીતે બનાવી રાખી લો.પાણી નો ઉપયોગ નથી કરવાનો.
  3. ટીકકી ની બધી સામગ્રી ભેગી કરી ટીકકી વાળી લો.તેને સ્લરી માં ડીપ કરી બ્રેડ ક્રમ્સ માં રગદોળી તળી લો.
  4. મેયોનીઝ માં કેચઅપ અને ચીલી સોસ ઉમેરી સોસ તૈયાર કરો.
  5. હવે એક નાન લઈ તેના એક બાજ તૈયાર કરેલ સોસ લગાવી ટીકકી મૂકી ડુંગળી મૂકો.નાન બંધ કરી બટર લગાવી ગ્રીલ્ડ કરી લો.
  6. તાવી ઉપર પણ શેકી શકાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર