હોમ પેજ / રેસિપી / ફ્રુટ કસ્ટર્ડ ઇન ચોકલેટ શેલ

Photo of FRUIT CUSTARD IN CHOCOLATE SHELL by Deepa Rupani at BetterButter
534
6
0.0(0)
0

ફ્રુટ કસ્ટર્ડ ઇન ચોકલેટ શેલ

Feb-28-2019
Deepa Rupani
30 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રુટ કસ્ટર્ડ ઇન ચોકલેટ શેલ રેસીપી વિશે

ફ્રુટ કસ્ટર્ડ એ આપણા માટે નવું નામ નથી. આ વિદેશી ડેસર્ટ ને આપણે પુરી રીતે અપનાવી લીધું છે. સામાન્ય રીતે કોઈ પણ પુડિંગ માં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, આજે એને ચોકલેટ ના શેલ સાથે બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ ડાર્ક ચોકલેટ
  2. 1-1/2 કપ દૂધ
  3. 1 ટે સ્પૂન કસ્ટર્ડ પાવડર
  4. 1 કપ મિક્સ ફ્રુટ ( સુધારેલા)
  5. 1 ટે સ્પૂન ખાંડ

સૂચનાઓ

  1. ચોકલેટ ના ટુકડા કરી ડબલ બોઇલર માં ઓગાળો.
  2. તેમાં થી તમને ગમતાં આકાર ના કપ અથવા શેલ બનાવો અને ફ્રીઝ માં સેટ કરો. કપ અથવા કોઈ પણ મોલ્ડ માં બ્રશ ની મદદ થી ચોકલેટ લગાવો. મેં અહીં ચોકલેટ હાર્ટ, ઢાંકણ સાથેનું બનાવ્યું છે.
  3. કસ્ટર્ડ પાવડર ને 1/2 કપ ઠંડા દૂધ માં ઓગાળો.
  4. બાકી નું દૂધ ખાંડ નાખી ઉકળવા મુકો.
  5. એક ઉભરો આવે એટલે આંચ ધીમી કરી, ઓગાળેલો કસ્ટર્ડ પાવડર નાખો, સતત હલાવતા રહો જેથી ગઠ્ઠા ના પડે.
  6. બરાબર ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી એને ઠંડુ થવા દો.
  7. ઠંડુ થાય એટલે ફ્રુટ ઉમેરી સરખું મિક્સ કરો. અને તેને ફ્રીઝ માં ઠંડુ કરો.
  8. પીરસતી વખતે ચોકલેટ ના શેલ માં આ ઠંડુ ફ્રુટ કસ્ટર્ડ ભરો અને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર