હોમ પેજ / રેસિપી / છાટા નું શાક

Photo of Chanta nu sak by Heena Nayak at BetterButter
501
1
0.0(0)
0

છાટા નું શાક

Feb-28-2019
Heena Nayak
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

છાટા નું શાક રેસીપી વિશે

છાટા નું શાક,એ વળી કેવું?તમને બધા ને આ પૃશ્ન થતો હશે. જ્યારે ઘર માં કોઈ શાકભાજી ના હોય તો પણ આ શાક બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ર. કપ ઘઉનો રોટલી નો લોટ.
  2. તેલ તળવા માટે
  3. પાણી જરુર મુજબ
  4. ૨. ટામેટાં
  5. ૨. ડુંગળી
  6. ૧.ચમચી વાટલુ લસણ
  7. ૧ચમચી. ગરમ મસાલો
  8. રચમચી. લાલ મરચું
  9. ૧ચમચી. હળદર
  10. ૧ચમચી. ધાણાજીરું
  11. ૧/૨ચમચી. જીરું
  12. ૪ચમચી. તેલ
  13. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પહોળી થાળીમાં લોટ લઈને ફેલાવી દો.
  2. હવે થોડું થોડું પાણીપાણી હાથમાં લઈને છાટા નાખો.
  3. થાળી ને હલાવી લો. જેથી છાટા ઉપર લોટનું કોટીગ થઈ જાય.
  4. ફરી એ જ રીતે બધા લોટ ના છાટા બનાવી લો.
  5. હવે એક ચાળણીમાં છાટા લઈને ચાળી લો. જેથી વધારાનો લોટ નિકળી જાય.
  6. હવે છાટા ને મધ્યમ તાપે તળી લો.
  7. હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું નાખીને ઝીણી કાપેલી ડુંગળી, લસણ નાખીને બરાબર સાતળો.
  8. પછી ટામેટા નાખી સાતળો.
  9. હવે, મીઠું, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, હળદર નાખો.મિક્સ કરી તેમાં ર કપ પાણી અને છાટા ઉમેરો.
  10. હલાવી ને પ થી ૧૦ મિનિટ ધીમા તાપે ચઢવા દો.
  11. બસ,તૈયાર છે,કોઈ પણ શાકભાજી વિના નું શાક.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર