હોમ પેજ / રેસિપી / ઇન્સ્ટન્ટ કેક ફ્રૂટ ગ્લાસ

Photo of Instant Cake Fruit Glass by punam bhatt at BetterButter
401
0
0.0(0)
0

ઇન્સ્ટન્ટ કેક ફ્રૂટ ગ્લાસ

Feb-28-2019
punam bhatt
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇન્સ્ટન્ટ કેક ફ્રૂટ ગ્લાસ રેસીપી વિશે

ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ ડેઝર્ટ જે તમારાં મહેમાનો નું દિલ જીતી લેશે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • અમેરિકન
  • બેકિંગ
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. કેક માટે
  2. મેંદો ૧ કપ
  3. દળેલી ખાંડ ૧/૨ કપ + ૨ ટે સ્પૂન
  4. કોકો પાઉડર ૨ ટે સ્પૂન
  5. બેકિંગ પાઉડર ૧/૨ ટી સ્પૂન
  6. બેકિંગ સોડા ૧/૪ ટી સ્પૂન
  7. તેલ ૨ ટે સ્પૂન
  8. ગરમ દૂધ ૧/૨ કપ (જરૂર મુજબ ઉમેરવું)
  9. પીરસવા માટે :-
  10. દાડમ ના દાણા ૧ કપ
  11. કાળી દ્રાક્ષ અને લીલી દ્રાક્ષ સમારેલી ૧ કપ
  12. સફરજન સમારેલ ૧/૨ કપ
  13. સ્ટ્રોબેરી સમારેલી ૫-૬
  14. વ્હિપ ક્રીમ ૨ કપ
  15. સ્ટ્રોબેરી ક્રશ ૨ ટી સ્પૂન
  16. ફુદીના ના પાન ૪-૫

સૂચનાઓ

  1. એક વાટકા માં મેંદો, ખાંડ, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ઉમેરી ૨-૩ વાર ચાળી લો.
  2. બીજા વાટકા માં તેલ, દૂધ મિક્સ કરો અને પછી લોટ નું મિશ્રણ ઉમેરતા જાઓ.
  3. કેક માટે નું બેટર તૈયાર કરી લો અને તેલ લગાવેલ કેક ટીન માં બેટર ઉમેરી ને પ્રિહિટ ઓવન માં ૨૦ મિનિટ માટે બેક કરો.
  4. હવે કેક બને ત્યાં સુધી ક્રીમ બનાવી લો તેને બેગ માં ભરતી વખતે એક બાજુ સ્ટ્રોબેરી ક્રશ લાગવી ક્રીમ ભરી લો.
  5. કેક બેક થઈ જાય એટલે ઠંડી થયા પછી કેક ને વાટકી ની મદદ થી ગોળાકાર કાપી ને એકબાજુ રાખી લો.
  6. બધા ફ્રૂટ ને પણ એક વાટકા માં મિક્સ કરી લો અને ઠંડા થવા મૂકી દો.
  7. હવે ગ્લાસ માં ઠંડા ફ્રૂટ ઉમેરો તેના પર ક્રીમ ઉમેરો અને ઉપર કેક ની સ્લાઈસ મૂકો.
  8. ઉપર ફરી મિક્સ ફ્રૂટ ઉમેરો અને ઉપર ફરી ક્રીમ ઉમેરો. આમ જ બધા ગ્લાસ માં સર્વ કરો.
  9. સૌથી ઉપર થોડા ફ્રૂટ જેમ કે દાડમ ના દાણા, સ્ટ્રોબેરી થી સજાવો અને થોડો કેક નો ભૂકો ભભરાવો અને ફૂદીના ના પાન થી સજાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર