હોમ પેજ / રેસિપી / દેશી પિઝા

Photo of Desi Pizza by punam bhatt at BetterButter
10
2
0.0(0)
0

દેશી પિઝા

Feb-28-2019
punam bhatt
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દેશી પિઝા રેસીપી વિશે

પિઝા નાના મોટા દરેકના મનપસંદ હોય છે. તમે તેને પાર્ટી કે બળકો ના જન્મદિન માં પણ બનાવી શકો છો. અહી મે ભાખરી પિત્ઝા બનાવ્યા છે જે સ્વાદ ની સાથે હેલ્ધી પણ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • શેકેલું
  • બેકિંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. બેઝ માટે :
  2. ઘઉં નો લોટ ૧/૨ કપ
  3. જુવાર નો લોટ ૧/૨ કપ
  4. મીઠું ચપટી
  5. અજમો ચપટી
  6. તેલ ૨ ચમચા
  7. પાણી જરૂર મુજબ
  8. ટોપિંગસ માટે :
  9. પાસ્તા ૧ કપ
  10. પાસ્તા સોસ ૨ ચમચી
  11. ઓરેગાનો ૨ ચપટી
  12. પેપ્રીકા ૨ ચપટી
  13. ઝીણી સમારેલ ડુંગળી ૨ ચમચી
  14. ઝીણા સમારેલા કેપ્સીકમ ૨ ચમચી
  15. કોર્ન ૨ ચમચી
  16. ચીઝ ક્યૂબ ૨
  17. ચીઝ સ્લાઈસ ૨-૩
  18. જેલેપીનોઝ લાલ અને લીલા ૨-૩ ચમચી
  19. પિઝા સ્પ્રેડ ૧/૨ કપ
  20. છીનેલું ગો(go) નું ચિઝ ૧ કપ
  21. કેચઅપ ૧ કપ

સૂચનાઓ

  1. ઘઉં નો લોટ, જુવાર નો લોટ, મીઠું, અજમો, તેલ ઉમેરી મિક્સ કરો.
  2. જરૂર પ્રમાણે પાણી નાખી લોટ ની કણક બાંધો અને ઢાંકી ને રાખી દો.
  3. એક વાટકા માં બાફેલા પાસ્તા, પાસ્તા સોસ, ઓરેગાનો, પેપ્રીકા, ડુંગળી, કેપ્સિમ, કોર્ન પાસ્તા મસાલા વગેરે નાખી મિક્સ કરી લો
  4. હવે કણક માંથી થોડી જાડી ભાખરી બનાવી તવી માં શેકી લો. બધી જ ભાખરી ઓ બનાવી લો
  5. હવે શેકેલી એક ભાખરી લો તેમાં ચીઝ સ્લાઈસ મૂકો ઉપર બીજી ભાખરી મૂકો અને ઉપર પિઝા સ્પ્રેડ લગાવો
  6. હવે ઉપર પાસ્તા નું મિશ્રણ મૂકો ઉપર ચીઝ ક્યૂબ ભરાવો પછી લાલ અને લીલાં જેલેપીનોઝ મૂકો અને છેલ્લાં છીનેલું ચીઝ ઉપર ભભરાવી પ્રેહિટ ઓવેન માં ૫-૭ મિનિટ માટે બેક કરો.
  7. દેશી પિઝા તૈયાર છે તેને કટ કરી ગરમા જ કેચપ સાથે પીરસી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર