હોમ પેજ / રેસિપી / આલ્મન્ડ ક્રસ્ટ ચોકલેટ ટાર્ટ

Photo of Almond Crust Chocolate Tart by punam bhatt at BetterButter
6
1
0.0(0)
0

આલ્મન્ડ ક્રસ્ટ ચોકલેટ ટાર્ટ

Feb-28-2019
punam bhatt
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલ્મન્ડ ક્રસ્ટ ચોકલેટ ટાર્ટ રેસીપી વિશે

આ એમરિકન રેસિપી છે જે નાના મોટા બધા ને જરૂર પસંદ આવશે. આમાં ટાર્ટ માટે બદામ ના ભૂકા નો ઉપયોગ કર્યો છે અને ચોકલેટ ગનાશ નું ફિલિંગ કરેલ છે. સરળ અને એકદમ સ્વાદિષ્ટ રેસિપી અચૂક બનાવજો.

રેસીપી ટૈગ

 • ઈંડા વિનાનું
 • સામાન્ય
 • કિટ્ટીપાર્ટી
 • અમેરિકન
 • ધીમે ધીમે ઉકાળવું
 • બેકિંગ
 • ડેઝર્ટ
 • લો કર્બ્સ

સામગ્રી સર્વિંગ: 4

 1. ટાર્ટ માટે
 2. બદામ નો ભૂકો (પાવડર) ૨ કપ
 3. કોકોનટ બિસ્કીટ ૭-૮ ભૂકો કરેલ
 4. આઈસિંગ સુગર ૧/૨ કપ
 5. બટર ૨ ચમચા
 6. ફિલિંગ માટે :-
 7. ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ ૪૦૦ ગ્રામ
 8. અમૂલ ની ફેશ ક્રિમ ૧૫૦ ગ્રામ
 9. સુગર બોલ્સ સજાવવા માટે
 10. પિગળેલી ચોકલેટ સજાવવા માટે

સૂચનાઓ

 1. એક વાટકા મા બટર અને આઇસિંગ સુગર મિક્સ કરો.
 2. હવે તેમાં બદામ નો ભૂકો, બિસ્કીટ નો ભૂકો ઉમેરો અને કાટાં ચમચી થી મિક્સ કરો.
 3. લોટ બાંધવાનો નથી ફક્ત મુઠ્ઠી વળે તેમ મિક્સ કરો.
 4. હવે પાઈ મોલ્ડ લઈ મિશ્રણ ને મોલ્ડ માં ચારેબાજુ સેટ કરો.
 5. ૧૦ મિનિટ ફ્રિજ માં મૂકી સેટ કરો.
 6. ઓવન ને પ્રિહિટ કરી લો અને આસમયે ચોકલેટ ગનાશ માટે ક્રીમ ને ગેસ પર ગરમ કરો.
 7. તેમાં સમારેલી ચોકલેટ ઉમેરો અને બરાબર મિક્સ કરો.
 8. હવે તેને એક બાજુ મૂકી સેટ થવા દો.
 9. હવે ઓવન માં પાઈ ને ૨૦ મિનિટ માટે બેક થવા મૂકો. વચ્ચે વચ્ચે જોઈ લેવું .
 10. ટાર્ટ બેક થઈ ગયા પછી ઓવન માંથી કાઢી લો ને રૂમ તાપમાન પર આવે એટલે મોલ્ડ માંથી કાઢી લો.
 11. ઠંડા થયેલ ગાનાશ ને મોલ્ડ માં ભરો અને ઉપર ચોકલેટ અને સુગર બોલ થી સજાવો.
 12. ટાર્ટ તૈયાર છે તેને પીરસતા પહેલા ફ્રીજ માં ઠંડો કરવો અને પછી પીરસવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર