હોમ પેજ / રેસિપી / રેવિયોલી.

Photo of Revioli.. by Mita Shah at BetterButter
9
0
0.0(0)
0

રેવિયોલી.

Feb-28-2019
Mita Shah
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેવિયોલી. રેસીપી વિશે

ઈટાલિયન ડીશ.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ડીનર પાર્ટી
 • ઇટાલિયન
 • ઉકાળવું
 • મુખ્ય વાનગી
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

 1. રેવિયોલી બનાવવામાટે.
 2. ૧કપ મેંદો
 3. ૧ચમચી તેલ
 4. ૧નાની ચમચી બેકિંગ પાવડર
 5. મીઠું સ્વાદઅનુસાર
 6. ૧કપ બ્લાન્ચ કરેલી પાલક
 7. ૨ક્યુબ ચીઝ...(વધઘટ કરી શકાય )
 8. ૧ ચમચી મરી પાવડર
 9. જરૂર મુજબ પાણી
 10. સૉસ માટે
 11. ૨ચમચી મેંદો
 12. ૨ ચમચી બટર
 13. ૨ કપ દૂધ
 14. ૨ચમચી પાલકની પેસ્ટ
 15. ૧ ચમચી મરી પાવડર
 16. ૧ ચમચો મલાઈ
 17. મીઠું સ્વાદઅનુસાર
 18. ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ જરૂર મુજબ.

સૂચનાઓ

 1. મેંદામાં તેલ ,બેકિંગ પાવડર અને મીઠું ઉમેરી સોફ્ટ લોટબાંધો.
 2. ૧૦ મીનીટ ઢાંકી ને રાખો.
 3. એ દરમિયાન સ્ટફિંગ તૈયાર કરી લો.
 4. બ્લાન્ચ પાલક ને બિલકુલ કોરી કરીને બારીક સમારી લો.
 5. તેમાં છીણેલું ચીઝ અને મરી પાવડર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.
 6. હવે બાધેલા લોટ માંથી પાતળી ૨ રોટલી વણી લો.
 7. એક રોટલી પર થોડા થોડા અંતરે સ્ટફિંગ મૂકો.
 8. બીજી રોટલી થી કવર કરી બધાં જ સ્ટફિંગ ને બરાબર સીલ કરી દો.
 9. હવે એને હળવેથી ચોરસ આકારમાં કાપી લો. સીલ ખૂલી ના જાય તેનું ધ્યાન રાખો.
 10. એક તપેલીમાં જરૂર મુજબ પાણી લઈ ઉકાળો.
 11. ઉકળતા પાણીમાં ૧ચમચી તેલઅને મીઠું નાંખો.
 12. હવે તૈયાર કરેલી રેવિયોલી ઉમેરી ચડી જાય ત્યાંસુધી ઉકાળો.
 13. હવે કાંણા વાળા ટોપ માં કાઢી ઠંડુ પાણી રેડો.
 14. કડાઈમાં ૨ચમચી બટર માં મેંદો શેકો.
 15. ગઠ્ઠા ના પડે તેનું ધ્યાન રાખો.
 16. દૂધ રેડો.સતત હલાવતા રહો.
 17. પાલકની પેસ્ટ ઉમેરો.
 18. મરી પાવડર ને મીઠું ઉમેરો.
 19. મલાઈ ઉમેરીને જરૂર લાગે તો થોડું જ પાણી ઉમેરો.
 20. રેવિયોલી ઉમેરો. થોડીવાર સુધી ચડાવો.
 21. સર્વ કરો. જરૂર મુજબ ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ છાંટો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર