હોમ પેજ / રેસિપી / જામનગરી ઘૂઘરા

Photo of Jamnagari ghughra by Bhumi G at BetterButter
2305
10
0.0(0)
0

જામનગરી ઘૂઘરા

Mar-01-2019
Bhumi G
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જામનગરી ઘૂઘરા રેસીપી વિશે

આ ઘૂઘરા જામનગર ના પ્રખ્યાત છે. ખુબજ ટેસ્ટી લાગે છે અને બનાવવા પણ સરળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બહારનું પડ બનાવવા માટે
  2. ૧ કપ મેંદો
  3. ૨ ચમચી તેલ
  4. નમક સ્વાદાનુસાર
  5. પાણી જરૂર પ્રમાણે
  6. સ્ટફિંગ માટે
  7. ૨૫૦ ગ્રામ બટેકા
  8. ૧૦૦ ગ્રામ સૂકા વટાણા અથવા લીલા વટાણા
  9. ૩ ચમચી તેલ
  10. ૧ ટી સ્પૂન જીરું
  11. ૧ ટી સ્પૂન આદુ મરચા ની પેસ્ટ
  12. નમક સ્વાદાનુસાર
  13. ૧ ટી સ્પૂન ચાટ મસાલા
  14. ૧ ચમચી લીંબુનો રસ
  15. ૧ ટી સ્પૂન લાલ મરચું
  16. સજાવટ માટે
  17. નાયલોન સેવ
  18. મસાલા સિંગ
  19. લિલી ચટણી
  20. ખજૂર ની મીઠી ચટણી
  21. લસણની ચટણી
  22. બારીક સમારેલી કોથમીર
  23. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બાઉલમાં લોટ, નમક તેલ અને પાણી નાખી લોટ બાંધી લો
  2. હવે સ્ટફિંગ બનાવવા માટે બટાકા અને વટાણા ને બાફી લો.
  3. બંને બફાય જાય એટલે હાથે થી અથવા સ્મેશર થી સ્મેશ કરી લો.
  4. હવે એક પેન માં ૩ ચમચી તેલ ગરમ કરો
  5. તેમાં જીરું, આદુ મરચા ની પેસ્ટ, બધાજ મસાલા નાખી હલાવો.
  6. હવે એમાં બટાકા અને વટાણા નો માવો નાખો.
  7. હવે તેમાં લીંબુ નો રસ, નમક નાખી મિક્સ કરો
  8. હવે આપણું સ્ટફિંગ તૈયાર છે.
  9. હવે બાંધેલા લોટ ની પુરી વણી તેમાં ૧ ચમચી જેટલું સ્ટફિંગ ભરો અને તેને ફોલ્ડ કરી ઘૂઘરા નો શેપ આપી દો.
  10. આ રીતે બધાજ ઘૂઘરા બનાવી ને તળી લો.
  11. પીરસતી વખતે તેમાં વચ્ચે ખાડો કરી ને લિલી ચટણી, મીઠી ચટણી , લસણની ચટણી, મસાલા સિંગ, સેવ અને કોથમીર નાખો
  12. તૈયાર છે ચટપટું પ્રખ્યાત ચાટ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર