હોમ પેજ / રેસિપી / દોલત કી ચાટ

Photo of Daulat ki chaat by Rani Soni at BetterButter
2
10
0.0(0)
0

દોલત કી ચાટ

Mar-01-2019
Rani Soni
480 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દોલત કી ચાટ રેસીપી વિશે

જાદુઈ સ્વાદ માટે જાણીતા, પુરાણી દિલ્લી બજાર ની જાણીતી 'દોલત કી ચાટ' સ્ટ્રીટ ફૂડ આ નામ તમને ગુંચવણ કરી શકે છે, પરંતુ તે વાસ્તવમાં ડેઝર્ટ છે જે તમારા મોઢામાં મૂકતા જ ઓગળી જશે. શિયાળાના મોસમ (નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી) દરમિયાન જ આ વાનગી ઉપલબ્ધ હોય છે. આ ખાસ ચાટ માં દૂધનો મુખ્ય રીતે ઉપયોગ કરવા માં આવે છે.

રેસીપી ટૈગ

 • સામાન્ય
 • બીજા
 • ભારતીય
 • ફીણવું
 • ઠંડુ કરવું
 • સાઈડ ડીશેસ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

 1. 1 લિટર દૂધ
 2. 250 ગ્રામ મલાઈ
 3. 1 ચમચી વિનેગર
 4. 2 ચમચી દળેલી ખાંડ
 5. 2 ચમચી પિસ્તા સમારેલ
 6. કેસર ચપટી
 7. 1 સિલ્વર વરક
 8. 1-2 તાજા ગુલાબ ની પાંદડી

સૂચનાઓ

 1. દૂધ,મલાઈ,વિનેગર ને અેક બાઉલ માં લઈ સારી રીતે મિકસ કરો
 2. તેને આખી રાત રેફ્રિજરેટરમાં મૂકો
 3. સવારે બ્લેન્ડર થી વ્હિસ્ક કરતા જાવો
 4. અેક ચમચી થી ઉપર આવતું ફીણ ડીશ માં મૂકતા જાવો અને બ્લેન્ડર ફેરવતા જાઓ
 5. હવે તેમાં કેસર નાંખી થોડો ભાગ સફેદ અને થોડો ભાગ પીળો રાખો
 6. હવે થોડી વાર માટે રેફ્રિજરેટરમાં મૂકો
 7. પિરસતી વખતે અેક ડીશ માં દોલત ચાટ લઈ ઉપર દળેલી ખાંડ ,પિસ્તા નાંખી
 8. સિલ્વર વરક, તાજા ગુલાબ ની પાંદડી મૂકી તૈયારી માં પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર